News of Friday, 26th December 2025
ભાવનગરમાં ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોની હાલત કફોડી
મહુવાના તરેડ ગામના ખેડૂતો પોતાના તૈયાર ડુંગળીના પાકને પશુને ચરાવવા માટે મજબૂર: યાર્ડમાં હરાજીમાં ડુંગળીના ખૂબ ઓછા ભાવ બોલાતા ખેડૂતોમાં નિરાશા

ભાવનગરમાં ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. મહુવાના તરેડ ગામના ખેડૂતો પોતાના તૈયાર ડુંગળીના પાકને પશુને ચરાવવા માટે મજબૂર થયા છે. માર્કેટિંગ યાર્ડમાં હરાજીમાં ડુંગળીના ખૂબ ઓછા ભાવ બોલાતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ છે.
ચાર વિઘામાં ડુંગળીનું વાવેતર પાછળ અંદાજે એક લાખ રૂપિયાનું ખર્ચ થયું હતું, જેમાં મોંઘા બિયારણ, દવા અને મજૂરીનો ખર્ચ પણ સામેલ છે. ઓછી કિંમતોને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અને તેઓ યોગ્ય ભાવની માંગ લઈને સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે આગળ આવ્યા છે.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
