News of Friday, 26th December 2025
માર્કેટયાર્ડ અમરેલીમાં સિઝનના નવા ધાણાની આવક શરૂ થઇ

અમરેલી, તા.૨૬: સાવરકુંડલા રોડ ખાતે બનેલ સરદાર વલ્લભભાઈ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-અમરેલી, નવા માર્કેટયાર્ડમાં સિઝનના નવા ધાણાની આવક શરૂ થઈ હતી.
જેમાં અરવિંદભાઈ ધડુક રે. સાણથલી, તા.જસદણ, જી.રાજકોટ ગામનાં ખેડૂત, કમિશન એજન્ટ સાગર ટ્રેડીંગ કાં ની દલાલીમાં અંદાજીત ૭૭ કિ.ગ્રા. જેટલા ધાણા લઈને આવેલ હતાં અને નવા ધાણાની ખરીદી વેપારી ચામુંડા ટ્રેડીંગ દ્વારા કરવામાં આવેલ હતી. જેના પ્રતિ મણનો ભાવ રૂ.૫૫૦૦/- થયેલ હતો. આમ માર્કેટયાર્ડ અમરેલી ખાતે નવા ધાણા ની આવક શરૂ થઈ ગયેલ છે અને ખેડૂતોને તેના ભાવો પણ સારા મળે છે. તેમ બજાર સમિતિનાં સેક્રેટરી તુષારભાઈ હપાણીએ જણાવ્યુ હતું.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
