News of Friday, 26th December 2025
મોરબી જીલ્લામાં પ્રથમવાર ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં શાર્ક ટેંક કાર્યક્રમ યોજાયો.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના પ્રોડક્ટ માર્કેટિંગ સ્ટ્રેટેજી, કૉસ્ટિંગ અને લાઈવ ડેમો સાથે રજૂ કર્યા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ઓમ શાંતિ ઇંગ્લિશ મિડિયમ (OSEM) GSEB શાળાએ મોરબી જિલ્લામાં પ્રથમવાર “શાર્ક ટેન્ક 1.0” નામનો ઉદ્યોગસાહસિક કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ટ્રસ્ટી સુમંત સરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને સમગ્ર ટીમને સતત સહકાર આપ્યો. કાર્યક્રમની સફળ અમલવારી માટે પ્રિન્સિપાલ શ્રીમતી સના કાઝી મેમે મેન્ટર-ઇન-ચીફ તરીકે સમગ્ર ટીમને માર્ગદર્શન આપી નેતૃત્વ આપ્યું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના પ્રોડક્ટ માર્કેટિંગ સ્ટ્રેટેજી, કૉસ્ટિંગ અને લાઈવ ડેમો સાથે રજૂ કર્યા.
કાર્યક્રમના મહેમાન તરીકે જયંતિલાલ પટેલ (પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ, મોરબી) અને જિતેન આગચાણિયા (એડવોકેટ, પૂર્વ ઉપપ્રમુખ – મોરબી બાર એસોસિએશન) હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓના પ્રેઝન્ટેશનનું મૂલ્યાંકન જ્યુરી તરીકે કનૈયાલાલ બાવરવા (ફાઉન્ડર–ચેરમેન, Tixbee Heavy Industries; એડવોકેટ), કેયુર ભુવા (MD, Mozart Vitrified Pvt. Ltd.), સી.એસ. ભાવિન ચંદારાણા (સેક્રેટરી, Morbi First Practicing Company), શૈલેશ પટેલ (ડિરેક્ટર, Adon Ceramic LLP) અને ડૉ. ધવલ વ્યાસ (એસોસિયેટ પ્રોફેસર – ફાઇનાન્સ અને માર્કેટિંગ, દર્શન યુનિવર્સિટી) રહ્યા. આ કાર્યક્રમ NEP 2020 અને વિકસિત ભારત 2047ના વિઝન સાથે સુસંગત રહ્યો હતો.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
