<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

માળિયાના સુલતાનપુર ગામે ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના મોરબી જીલ્લા ટીમની બેઠક યોજાઈ.

26મી જાન્યુયારી મહાસંમેલનની એતિહાસિક દિવસ માટેની તૈયારીના આયોજનના ભાગ રૂપે મોરબી જિલ્લામાંથી ઠાકોર સમાજ મોટી સંખ્યામાં યુવાનો જોડાય તે માટે માહિતી અને માર્ગદર્શન અપાયું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા માળિયા તાલુકાના સુલતાનપુર ગામ ખાતે બેઠક યોજાઈ હતી જેમાં સુલતાનપુર સમિતિની રચના કરવામાં આવી જેમાં સુલતાનપુર ગામ સમિતીના વિવિધ હોદેદારોની વરણી કરવામાં આવી છે.
   ઉપરાંત ઠાકોર સેના સંગઠન વિશે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી સંગઠન જિલ્લામા વધુમાં વધુ મજબૂત થાય અને આગળની સંગઠન કામગીરીથી માહિતગાર કરી જેમાં શિક્ષણ પર પૂરો ભાર મૂકી એક વિચાર આવનારી પેઢીઓ માટે અને 26મી જાન્યુયારી મહાસંમેલનની એતિહાસિક દિવસ માટેની તૈયારીના આયોજનના ભાગ રૂપે મોરબી જિલ્લામાંથી ઠાકોર સમાજ મોટી સંખ્યામાં યુવાનો જોડાય તે માટે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

(11:21 PM IST)