News of Saturday, 27th December 2025
અટલજીની જન્મજયંતિ નિમિત્તે ભુજમાં યોજાયું કવિ સંમેલન
સાંસદ વિનોદ ચાવડા આયોજિત કાર્યક્રમમાં મધ્યપ્રદેશ, દિલ્હી અને કચ્છના કવિઓએ શ્રોતાઓને ડોલાવ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૭ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ શરૂ કર્યો છે. જે અંતર્ગત આદરણીય વાજપાયી જી ની જન્મ જયંતી તા.૨૫/૧૨/૨૦૨૫ ને સુશાસન દિવસ (ગુડ ગર્વનન્સ ડે) તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને કચ્છ લોકસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભા.જ.પા ના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા આદરણીય વાજપાયી જી ની જન્મ જયંતી પર સુશાસન દિવસ (ગુડ ગર્વનન્સ ડે) તરીકે ઉજવાયો હતો. આ પ્રસંગે કચ્છ લોકસભા તથા કચ્છ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ નિમિત્તે ‘ગુડ ગવર્નન્સ ડે’ અંતર્ગત ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે “અટલ કાવ્યાંજલી સંધ્યા” નો આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં દેવાસ મધ્યપ્રદેશના રાષ્ટ્ર કવિ સાહિત્યકાર શ્રી શશીકાંત યાદવ, દિલ્હીના રાષ્ટ્ર ચેતના કવિયત્રી શ્રી કવિતા તિવારી, ઉજ્જૈન, મધ્યપ્રદેશના હાસ્ય કવિ શ્રી હિમાંશુ બવંડર, સ્થાનિક કવિ સાહિત્યકારમાં શ્રી પબુ ગઢવી, શ્રી મદનકુમાર અંજારિયા, શ્રી જયંતી જોશી “શબાબ” ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમ્યાન જીલ્લા ભા.જ.પ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રશ્મિબેન સોલંકી, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ શ્રી દિલીપભાઈ ત્રિવેદી, ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, ભુજ નગરપાલિકાના ચૂંટાયેલ સૌ સભ્યો, પાર્ટી હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં સૌ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
