News of Saturday, 27th December 2025
બાબરાના ચમારડી પાસે ‘હિટ એન્ડ રન': સિત્તેર વર્ષના ભીખાભાઇ સોજીત્રાનું મોત
વાડીએ જતાં હતાં ત્યારે બાઇક સહિત બોલેરોનો ચાલક ઉલાળીને ભાગી ગયોઃ રાજકોટ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું

રાજકોટ તા. ૨૭: બાબરાના ચમારડી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ચમારડીના ખેડુત વૃધ્ધનું મોત થયું છે.
ચમારડી રહેતાં ભીખાભાઇ લીંબાભાઇ સોજીત્રા (ઉ.વ.૭૫) દસેક દિવસ પહેલા ૧૮મીએ સવારે નવેક વાગ્યે ઘરેથી બાઇક હંકારી ચમારડીની સીમમાં આવેલી પોતાની વાડીએ જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં અજાણ્યો બોલેરોનો ચાલક ઠોકર મારી ભાગી ગયો હતો.
ભીખાભાઇ વાહન સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ થતાં બાબરા, અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ સારવારમાં તેમણે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બાબરા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ભીખાભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં ચાર દિકરી અને બે દિકરા છે. બાબરા પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા બોલેરોચાલકની શોધખોળ હાથ ધરી છે. (૧૪.૬)
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
