<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં રાહત

લઘુતમ તાપમાનનો પારો ૧ થી ૨ ડિગ્રી ઉંચે આવ્‍યો

 

 

રાજકોટ તા.૨૭: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં સામાન્‍ય રાહત અનુભવાઇ રહી છે. આજે ગિરનાર ઉપર ૯ ડિગ્રી, નલીયામાં ૧૧.૨, રાજકોટમાં ૧૪.૪, જામનગરમાં ૧૫ ડિગ્રી ઠંડી નોંધાઇ છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ આજે સવારે લઘુતમ તાપમાનમાં વધારો થતા ગિરનાર પર ઠંડીનું પ્રમાણ ૯ ડિગ્રી રહ્યું હતું.

ગિરનાર પર્વત પર ગઈકાલે લઘુતમ તાપમાન ૮.૨ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે લઘુતમ તાપમાન વધીને ૯ ડિગ્રીએ આવી જતા  ઠંડીથી પ્રવાસીઓને એકંદરે રાહત મળી હતી.

ત્‍યારે જુનાગઢ શહેરમાં સવારે વાતાવરણમાં ૮૩% ભેજ વચ્‍ચે લઘુતમ તાપમાન વધીને ૧૪ ડીગ્રી નોંધાયું હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ વધીને ૨.૯ કિલોમીટરે પહોંચી ગઈ હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૫, મહતમ તાપમાન ૨૮.૫, ભેજનું પ્રમાણ ૭૫%, પવનની ગતિ ૫.૪ કિ.મી. રહી છે.(૨.૧૭)

 

કયાં કેટલી ઠંડી

શહેર                      લઘુતમ તાપમાન

ગીરનાર પર્વત      ૯.૦ ડીગ્રી

અમદાવાદ  ૧પ.૧ ડીગ્રી

અમરેલી     ૧૩.૮ ડીગ્રી

બરોડા               ૧૪.૬ ડીગ્રી

ભાવનગર   ૧૬.૮ ડીગ્રી

ભુજ         ૧૫.૦ ડીગ્રી

દમણ               ૧૫.૦ ડીગ્રી

ડીસા                ૧૩.૨ ડીગ્રી

દીવ         ૧૬.૦ ડીગ્રી

દ્વારકા               ૧૭.૯ ડીગ્રી

ગાંધીનગર  ૧૪.૦ ડીગ્રી

જામનગર   ૧પ.૦ ડીગ્રી

કંડલા               ૧૬.૩ ડીગ્રી

નલિયા              ૧૧.૨ ડીગ્રી

ઓખા               ર૦.૯ ડીગ્રી

પોરબંદર    ૧૪.૨ ડીગ્રી

રાજકોટ     ૧૪.૪ ડીગ્રી

સુરત                ૧૭.૮ ડીગ્રી

વેરાવળ        ૧૮.૪ ડીગ્રી

(11:36 AM IST)