<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

ભાવનગરમાં ચર્ચાસ્‍પદ પ્રેમલગ્નમાં યુવતીએ પતિ સાથે રહેવાનું કહયું

કોર્ટે પોલીસ પ્રોટેક્‍શન સાથે યુવક યુવતીને તેના ઘરે મૂકી આવા હૂકમ કર્યો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૭: બોટાદના ગઢડા તાલુકાના રસનાળ ગામના યુવક યશ ઉપાધ્‍યાય અને ભાવનગરની પ્રિયા મોરડિયાના પ્રેમલગ્ન બાદ સર્જાયેલા વિવાદે હવે કાયદાકીય વળાંક લીધો છે. પત્‍નીનો કબજો મેળવવા માટે પતિ દ્વારા કરવામાં આવેલી ‘સર્ચ વોરંટ'ની અરજી છતાં, નિર્ધારિત સમય સુધી પત્‍ની કે તેના પરિવારજનો કોર્ટમાં હાજર ન રહેતા મામલો ગરમાયો હતો. જ્‍યારે સાંજ યુવતી કોર્ટ સમક્ષ હાજર થઈ હતી. અને અંતે હાઈ વોલ્‍ટેજ ડ્રામા બાદ પ્રેમનો વિજય થયો. કોર્ટે પ્રિયાને તેની મરજી મુજબ યશ સાથે રહેવા મંજૂરી આપી છે અને પોલીસ પ્રોટેક્‍શનનો આદેશ કર્યો છે.

બંનેને સાથે જ્‍યાં જવું હોય ત્‍યાં મૂકવાનો આદેશ કર્યો

યુવા એડવોકેટ દર્શનાબેન જોશીએ જણાવ્‍યું હતું કે પ્રિયાએ કોર્ટમાં નિવેદન આપ્‍યું હતું કે મારે અને બીજો અંદરનો સ્‍ટાફ હતો કોઈ છોકરા પક્ષના નહોતા કે દીકરી પક્ષનાય કોઈ નહોતા, બંને તરફના કોઈ એડવોકેટને પણ અલાઉ નહોતા બધા બહાર રાહ જોઈને બેઠા હતા. પણ દીકરીએ એવું નિવેદન આપ્‍યું હશે કે, જેને કારણે ન્‍યાયાધીશએ આદેશ કર્યો કે દીકરીને દીકરા સાથે, પ્રિયાને યશ સાથે રહેવું છે. એની લાઈફ એની સાથે જીવવી છે અને એને પોલીસ પ્રોટેક્‍શનની જરૂર છે. આથી અદાલતે એમને પોલીસ પ્રોટેક્‍શન સાથે બંનેને સાથે જ્‍યાં જવું હોય ત્‍યાં મૂકવાનો આદેશ કર્યો છે.

આરોપીઓને ૨૯ ડિસેમ્‍બર સુધીમાં હાજર કરવા કોર્ટનો આદેશ

વકીલ બળવંતભાઈ વાઘેલાએ જણાવ્‍યું હતું કે, મારા અસીલ યશ ઉપાધ્‍યાયએ તેની પત્‍ની પ્રિયાબેનનો સસરા પાસેથી કબજો મેળવવા ચીફ અદાલતમાં અરજી કરેલી, એ અરજીના કામે બપોરના ૨:૦૦ વાગ્‍યા સુધી એક પણ વ્‍યક્‍તિઓ સામાવાળા તરફથી હાજર થયેલ નહીં. બાદ સામેપક્ષે પ્રિયાબેનના વકીલ હાજર થયેલા અને તેઓએ અરજી આપેલી, અરજીઓને ધ્‍યાને લઈ અદાલતે ૨૯ ડિસેમ્‍બર ૨૦૨૫ના રોજ અદાલતમાં જે પિયાને પોલીસ પ્રોટેક્‍શન સાથે હાજર રહેવા માટે આદેશ કરેલ હતો.જ્‍યારબાદ સાંજે યુવતી કોર્ટમાં હાજર થઈ હતી અને ન્‍યાયાધીશએ આદેશ કર્યો કે દીકરીને દીકરા સાથે, પિયાને યશ સાથે રહેવું છે. એની લાઈફ એની સાથે જીવવી છે અને એને પોલીસ પ્રોટેક્‍શનની જરૂર છે. આથી અદાલતે એમને પોલીસ પ્રોટેક્‍શન સાથે બંનેને સાથે જ્‍યાં જવું હોય ત્‍યાં મૂકવાનો આદેશ કર્યો હતો.

(11:37 AM IST)