News of Saturday, 27th December 2025
ગોંડલમાં રમેશભાઇ ટીલાળાની સરદાર ૧૫૦ સ્વદેશી યાત્રાનું ભવ્ય સ્વાગતઃ રાત્રી રોકાણ માર્કેટિંગ યાર્ડમાં

ગોંડલ :.. અખંડ ભારત નાં શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૫૦મી જન્મજયંતી ની ઉજવણી અંતર્ગત રાજકોટ નાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાનાં નેતળત્વ માં રાજકોટ થી ખોડલધામ જઇ રહેલી સરદાર ૧૫૦ સ્વદેશી પદયાત્રા સાંજે છ કલાકે ગોંડલ આશાપુરા ચોકડી ખાતે પંહોચતા પુર્વ સાંસદ રમેશભાઈ ધડુક, યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા,નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી,ઉપપ્રમુખ નાં પ્રતિનિધિ વૈભવભાઇ ગણાત્રા, ભાજપ મોવડી અશોકભાઈ પીપળીયા,શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા,મહામંત્રી જેકીભાઈ પરમાર, મયુરભાઇ મહેતા, યુવા ભાજપ પ્રમુખ જીગરભાઈ સાટોડીયા,ઉદ્યોગપતિ લક્ષ્મણભાઈ પટેલ,રસિકભાઈ મારકણા,મનસુખભાઈ ગજેરા ઉપરાંત ભાજપ પરીવાર તથા સિદ્ધાર્થ નગર ક્ષત્રીય સમાજ, કોળી સેનાનાં વિપુલભાઈ જાદવ, દિલીપભાઈ ગોવાણી સહિત ઉપસ્થિત રહી ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સહિત પદયાત્રીઓ નું ઉમળકાભેર સ્વાગત કરાયું હતુ. બાદ માં પદયાત્રા માર્કેટિંગ યાર્ડ પંહોચી હતી.ત્યાં યાર્ડ નાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા અને ડીરેકટરો દ્વારા સ્વાગત સન્માન બાદ ભોજન સાથે રાત્રી રોકાણ કરાયું હતુ.આજે સવારે પદયાત્રા વિરપુર તરફ પ્રસ્થાન થઇ હતી.(અહેવાલ : જીતેન્દ્ર આચાર્ય, તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
