તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 27th December 2025
માળીયા મિંયાણાના ખીરઇ ગામે પત્નીના મૃત્યુના વિરહમાં પતિનો ઝેર પી આપઘાત
મોરબી પાસે કારખાનામાં રાજસ્થાની યુવકે ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા., ૨૭: માળીયા મિયાણા તાલુકાના ખીરઈ ગામની સીમમાં રોહિતભાઈ સવજીભાઈ પટેલની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ કવાટ છોટા ઉદેપુરના વતની મુકેશભાઈ ગુમિયાભાઈ નાયકના પત્નીનું બે વર્ષ પહેલાં મળત્યુ નિપજ્યા બાદ મુકેશભાઈ સતત ઉદાસ અને ગુમસુમ રહેતા હોય નાસીપાસ થઈ ગઈકાલે ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવારમાં દમ તોડી દીધો હતો. ઘટના અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મળત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
બીજા બનાવમાં મોરબીના રાજપર રોડ પર આનંદ પાર્ટી પ્લોટ પાછળ આવેલ તિરુપતિ પેપર્સ નામના કારખાનામાં કામ કરતા અને અહીં જ રહેતા મૂળ જાલોર રાજસ્થાનના વતની ભરતકુમાર હરિરામ પુરોહિત ઉ.૧૯ નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે બપોરના સમયે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મળત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
