<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

જામનગરના ગુરુદ્વારામાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ લંગર પ્રસાદમાં સેવા આપ્‍યા બાદ લંગર પ્રસાદ પણ આરોગ્‍યો

જામનગરઃ જામનગરના ગુરુદ્વારામાં છેલ્લા એક સપ્તાહથી વીર બાલ દિવસની ઉજવણી થઈ રહી છે, અને ગુરુદ્વારા નજીક સુભાષ બ્રિજ નીચે વીર બાલ દિવસને અનુરૂપ ડોકયુમેન્‍ટરી દર્શાવાઇ રહી છે, સાથો સાથ ચાર સાહીબઝાદાઓના કટીંગ મૂકવામાં આવ્‍યા છે, જ્‍યાં ગઈકાલે રાત્રે ગુજરાત રાજ્‍યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા જોડાયા હતા, અને ડોકયુમેન્‍ટ્રી નિહાળ્‍યા બાદ સેલ્‍ફી પડાવી હતી.

ત્‍યારબાદ ગુરુદ્વારામાં લંગર પ્રસાદનું આયોજન કરાયું હતું, જ્‍યાં પણ તેઓ જોડાયા હતા, અને તમામ ભક્‍તોને લંગરપ્રસાદમાં પ્રસાદીનું વિતરણ કરીને સેવા આપી હતી, અને તેઓ સેવાદાર બન્‍યા હતા. ત્‍યારબાદ તમામની સાથે તેઓએ પણ કતારમાં બેસીને લંગર પ્રસાદ ગ્રહણ કર્યો હતો. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

 

 

(12:20 PM IST)