<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

જૂનાગઢ સાવજ ડેરીની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી વાજા

જુનાગઢઃ  જીલ્લા દુધ ઉત્‍પાદક સંઘ ના ખોખરડા ફાટક સ્‍થિત પ્‍લાન્‍ટ સાવજ ડેરી ખાતે કેબીનેટ મંત્રી અને જુનાગઢ જીલ્લા ના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા એ મુલાકાત કરી હતી આ તકે જીલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા નું શાલ તથા મોમેન્‍ટો આપી સ્‍વાગત કર્યું હતું સાથોસાથ વિવિધ મહિલા મંડળીઓ ની બહેનો દ્વારા સ્‍વાગત કરી વિવિધ યોજનાઓ અંગે માહિતી મેળવી હતી સાથો સાથ જરૂરી રજુઆતો કરી હતી  આ પ્રસંગે મંત્રી શ્રી દ્વારા સંપુર્ણ પ્‍લાન્‍ટ ની વિઝીટ કરી વિવિધ દુધ પ્રોડક્‍ટ,ચાલી રહેલા નવિન પ્રોજેકટો ની માહિતી મેળવી હતી. આ તકે  વંથલી તાલુકા સંઘ ના ચેરમેન રમેશભાઈ ડાંગર સહિત ના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. તેમ  દિનેશભાઈ વી ખટારીયા, ચેરમેન એ જણાવ્‍યું છે

(12:22 PM IST)