<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

વીજ શોકથી મૃત્યુ પામેલા મોરના મૃતદેહને કુહાડી વડે ટુકડા કરીને માંસ રાંધી ખોરાક તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરનાર પ્રભાતપુરના રમણીક ચૌહાણની ડુંગર દક્ષિણ રેંજના સ્ટાફ દ્વારા ધરપકડ

કોર્ટમાં દ્વારા તારીખ 8/1/2026 સુધીમાં સુનાવણી અર્થે રજૂ કરવા અને ત્યાં સુધી આરોપી ને જૂનાગઢ જેલ હવાલે કરવા આદેશ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૭ : ડુંગર દક્ષિણ રેંજની રામનાથ રાઉન્ડના રેવન્યુ વિસ્તારમાં આવતા પ્રભાતપુર ગામના ઓઝત નદી કાંઠા પાસેના વિસ્તારમાં તારીખ 25/12/25નાં રોજ 11kv લાઈન પર બેસવા જતા મોર જીવ 1નું વિજકરંટ લાગતા મૃત્યુ થયેલ હોય.

        જે મોરના મૃતદેહ નો ગેરકાયદેસર રીતે કબજો લઈને મોરનાં મૃતદેહને કુહાડી વડે ટુકડા કરીને માંસ રાંધી ખોરાક તરીકે ઉપયોગ લેવાનો હોય જે બનાવની ડુંગર દક્ષિણ રેંજના સ્ટાફને બાતમી મળેલ હતી. જે બાતમીના આધારે રેડ કરતા પ્રભાતપુર ગામના રહીશ રમણીક દાનાભાઇ ચૌહાણ ઉ.વ.54 ના કબજા માંથી મોરના માંસ નું શાક  તથા અન્ય મુદામાલ મળી આવેલ હતો. જે મુદ્દામાલ કબ્જે કરેલ તથા બનાવના સ્થળની તપાસ કરતા મોર જીવ 1 ના મૃતદેહ ની કપાયેલ પાંખો 2 તથા ડોક અને પીછા ઓઝત નદીમાં થી કબજે કરવામાં આવેલ છે અને જે તે બનાવની જાણ rfo  એ એ ભાલીયા,ડુંગર દક્ષિણ રેન્જ દ્વારા મે. નાયબ વન સંરક્ષકશ્રી વન વિભાગ જૂનાગઢને કરવામાં આવેલ અને મે. Dcf અક્ષય જોશીના માર્ગદર્શન હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી.

આજરોજ નામદાર કોર્ટમાં તારીખ 27/12/2025 ના રોજ આરોપી રમણીક દાનાભાઇ ચૌહાણ ને રજૂ કરતા નામદાર કોર્ટમાં દ્વારા તારીખ 8/1/2026 સુધીમાં સુનાવણી અર્થે રજૂ કરવા અને ત્યાં સુધી જેલ હવાલે કરવાનો હુકમ કરતા આરોપી ને જૂનાગઢ જેલ હવાલે કરલે છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(4:01 PM IST)