<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

જુનાગઢ ની નોબલ યુનિવર્સિટી દ્વારા બીજો ડિગ્રી વિતરણ સમારોહ યોજાયો : 28 અલગ અલગ સમિતિઓની મહેનત રંગ લાવી

યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ નિલેશભાઈ ધુલેશીયા, વાઇસ પ્રેસિડેન્ટ ગીરીશભાઈ કોટેચા, પાર્થભાઈ કોટેચા, વી. પી. ત્રિવેદી , કે. ડી. પંડ્યા, જય તલાટી, એચ.એન. ખેર સહિતના ઉપસ્થિત

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૭ :  જુનાગઢ ની નોબલ યુનિવર્સિટી દ્વારા તાજેતર માં જે બીજો ડિગ્રી વિતરણ સમારોહ કરવામાં આવ્યો હતો જે સમારોહ અદભૂત સફળતા સાથે સંપન્ન થયો હતો આ સમારોહ ને સફળ બનાવવા છેલા એક મહિના થી જે કુલ મળી 28 અલગ અલગ સમિતિ  ઓ બનાવી હતી એક સમિતિ માં અંદાજિત 30 સભ્યો નો સમાવેશ કરવામાં આવ્યો હતો અને સફળ મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતુ કાર્યક્રમ ને સફળ બનાવનાર તમામ સભ્યો નું મેનેજમેન્ટ સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ કાર્યક્રમ માં યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ  નિલેશભાઈ ધુલેશીયા, વાઇસ પ્રેસિડેન્ટ  ગીરીશભાઈ કોટેચા પાર્થભાઈ કોટેચા  વી પી ત્રિવેદી સાહેબ  કે ડી પંડ્યા   જય તલાટી  વાઇસ ચાન્સેલર એચ.એન. ખેર તથા વિવિધ વિભાગ ના ફેકલ્ટી ખાસ હાજર રહ્યા હતાં સન્માન થનાર દરેક વ્યક્તિ એ મેનેજમેન્ટ સમિતિ નો આભાર વ્યક્ત કરેલ હતો.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)


 

(4:09 PM IST)