News of Saturday, 27th December 2025
પોરબંદરના રાણા ખીરસરા,રોજીવાડા ,અને બોરીચાની લાકહોના સોના ચાંદીના દાગીનાની 3 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : ઘાંટવડની મહિલા આરોપી કાજલ ઝડપાઇ

પોરબંદર : જિલ્લાના રાણા ખીરસરા ,રાણા રોજીવાડા ,અને બોરીચા ગામમાં લાખોની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે, આ ત્રણેય ચોરીમાં મહિલા આરોપી કાજલ અતિશભાઈ ઉર્ફે વિલાશ બહાદુરભાઈને પોલીસે પકડી લીધી હતી,
આરોપી કાજલ પાસેથી મળેલી થેલીમાં સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા, તેમણે પોલીસને કબૂલાત આપીને આ દાગીના ચોરીના છે તેમજ તેમણે રાણાવાવ પોલીસ સ્ટેશન હેઠળના રાણા ખીરસરામાં સવા વર્ષ પહેલા પતિ સાથે મળીને ઘરનું તાળું તોડીને 1,83 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી તેમજ રાણા રોજીવાડામાં મકાનનું તાળું તોડીને 1,21 લાખના સોનાના દાગીના તથા બોરીચા ગામે 5.95 લાખના સોનાના દાગીના અને રોકડની ચોરી કરી હોવાની પોલીસને કબૂલાત આપી હતી મહિલા આરોપી કાજલ કોડીનારના ઘાટવાડની રહેવાસી છે
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
