<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

માળિયા(મી.)ના અંજીયાસર ગામે જુગાર રમતા 4 ઝડપાયા.

ગામમાં પાણીના ટાંકા પાછળ ખુલ્લા મેદાનમાં જાહેરમાં જુગાર રમતા હતા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયા મિયાણા પોલીસે અંજીયાસર ગામમાં પાણીના ટાંકા પાછળ ખુલ્લા મેદાનમાં જાહેરમાં જુગાર રમતા (૧) ડાડાભાઇ દાઉદભાઈ જેડા, (ર) ઈકબાલભાઈ ગુલામહુશેનભાઇ ભટી, (૩) ઇસ્માઇલભાઇ હારૂનભાઈ ભટી અને (૪) નીઝામભાઈ સીદીકભાઈ જેડાને  રૂ.૧૧૯૭૦/- સાથે પકડી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:54 AM IST)