<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચાર કેસમાં તપાસ વધુ તેજ : શનિ-રવિની રજા છતાં કચેરીમાં તપાસનો ધમધમાટ : શનિવાર આખી રાત ફાઈલોની કરાઈ રહી છે ચકાસણી : EDની રેડ બાદ કલેક્ટર કચેરીની તમામ ફાઈલની તપાસ

હવે તંત્ર દ્વારા તમામ શંકાસ્પદ વહીવટોનો પર્દાફાશ કરવા માટે કમર કસવામાં આવી : તપાસમાં મુખ્યત્વે જમીન મહેસૂલની કરવામાં આવેલી ફાઈલો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર : કલેક્ટર કચેરીમાં EDના દરોડા બાદ ભ્રષ્ટાચાર મુદ્દે તપાસ તેજ બની છે. શનિ-રવિની રજા હોવા છતાં અધિકારીઓએ આખી રાત ફાઈલોની ચકાસણી કરી હતી. ખાસ કરીને NA થયેલી જમીનો અને સોલાર પ્રોજેક્ટની ફાઈલોનું લિસ્ટ તૈયાર કરાઈ રહ્યું છે. તારીખ અને વર્ષ મુજબ વિગતો એકત્ર કરી કૌભાંડીઓ સુધી પહોંચવા તંત્ર એક્શન મોડમાં છે.

     ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામેના જંગમાં સુરેન્દ્રનગર હાલ હોટસ્પોટ બન્યું હોય તેમ જણાય છના દરોડા બાદ હવે જિલ્લા તંત્ર દ્વારા આંતરિક તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે શનિ-રવિની રજામાં સરકારી કચેરીઓ સુમસામ હોય છે, પરંતુ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં નજારો કંઈક અલગ જ જોવા મળ્યો છે. અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે રજાના દિવસે પણ આખી રાત જાગીને શંકાસ્પદ ફાઈલોની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

શંકાસ્પદ વહીવટોનો પર્દાફાશ થશે!

ED દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ કલેક્ટર કચેરી (Collector Office) ની છબી ખરડાઈ છે, ત્યારે હવે તંત્ર દ્વારા તમામ શંકાસ્પદ વહીવટોનો પર્દાફાશ કરવા માટે કમર કસવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે મોડી રાત સુધી કચેરીમાં લાઈટો ચાલુ હતી અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ફાઈલોના પોટલાં ખોલવામાં આવ્યા હતા. આ તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ભૂતકાળમાં જે જમીનો બિનખેતી (NA) કરવામાં આવી છે, તેમાં ક્યાં અને કેવી રીતે ગેરરીતિ થઈ છે.

Surendranagar:  NA ફાઈલો અને સોલાર પ્રોજેક્ટ્સ પર ખાસ વોચ

આ તપાસમાં મુખ્યત્વે જમીન મહેસૂલની કરવામાં આવેલી ફાઈલો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ખાસ કરીને સોલાર એનર્જીના નામે જમીન સોદાઓ થયા હોવાનું બહાર આવ્યું છે. તેમાં મોટા પાયે ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે. કયા ગામમાં, કેટલી જમીન અને કયા ઉદ્યોગપતિ કે વ્યક્તિને ફાળવવામાં આવી છે તેનું સચોટ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. કેટલી ફાઈલોને NA ની મંજૂરી આપવામાં આવી?, આ ફાઈલો કોના દ્વારા અને કયા હેતુ માટે મૂકવામાં આવી હતી?, સોલાર પ્રોજેક્ટ્સ માટે અપાયેલી જમીનોની ફાઈલો કેટલી છે અને તે કયા ગામની છે?. તે તમામ વિગતો એકઠી કરાઈ રહી છે.

તારીખ અને વર્ષ વાઈઝ ડેટા તૈયાર કરવાની કામગીરી

તપાસને વધુ સચોટ બનાવવા માટે અધિકારીઓએ ડેટાનું વર્ગીકરણ શરૂ કર્યું છે. દરેક ફાઈલ કઈ તારીખે રજૂ થઈ, કયા મહિનામાં તેને મંજૂરી મળી અને કયા વર્ષનો આ કિસ્સો છે, તેની વિગતવાર નોંધણી કરવામાં આવી રહી છે. આ લિસ્ટમાં જેમના નામો ખુલશે તેમની સામે આગામી દિવસોમાં કડક કાર્યવાહી થઈ શકે છે. EDની તપાસમાં જે કડીઓ મળી છે તેને આ ફાઈલો સાથે જોડીને મોટા કૌભાંડનો પર્દાફાશ કરવાની દિશામાં તંત્ર આગળ વધી રહ્યું છે.

(3:46 PM IST)