<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

મોરબી મહાપાલિકા અને રોટરી ક્લબ દ્વારા આયોજિત મસ્તી સ્ટ્રીટમાં બાળકો લીંબુ ચમચી, કોથળા દાવ, લંગડી સહિતની જૂની રમતોની મોજ માણી.

મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરે અને નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા, સંજય સોની સહિતના પણ બાળકો સાથે રમતમાં જોડાયા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ દ્વારા શેરી રમતોને જીવંત રાખવાના હેતુથી આજે "ધમાલ ગલી' નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો થી લઈને વૃદ્ધો સુધીના આવ્યા હતા અને આજના મોબાઈલ યુગમાં વિસરાતી જતી શેરી રમતો રમીને ખૂબ મજા કરી હતી ત્યારે કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓએ પણ બાળકની સાથે બાળક બનીને લંગડી, સાપ સીડી સહિતની જુદીજુદી રમતમાં જોડાયા હતા.

     વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયાના આક્રમણ વચ્ચે બાળકો શેરી રમતોને જાણે કે ભૂલી જ ગયા છે ત્યારે મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો માટે મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ દ્વારા આજે રવિવારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગમાં ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા તેમજ સંજય સોની સહિતના અધિકારીઓએ અને બાળકોથી લઈને સિનિયર સીટીઝન સુધીના લોકો તેમાં જોડાયા હતા.
    ખાસ કરીને આજે મોબાઈલ અને ગુગલના લીધે આખી દુનિયા આંગળીના ટેરવે આવી ગઈ છે જેથી બાળકો સતત મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા હોય છે ત્યારે અગાઉના સમયમાં શેરીમાં બાળકો ભેગા થાય અને ત્યાર બાદ લખોટી, થપો, ટાયર ફેરવવા, છાપું અને લંગડી, આંધળોપાટો, કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડા ફેરવવા જેવી રમતો રમીને ધમાલ મસ્તી કરતાં હતા તે હવે શેરીઓમાં જોવા મળતી નથી અને ખાસ કરીને શેરીઓ શાંત થઈ ગયેલ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે ભુલાઈ કે વિસરાઈ ગયેલ શેરી રમતોને ફરી જીવંત કરવા માટે મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ દ્વારા ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડો, લંગડી, આંધળોપાટો, લખોટી, સાપસીડી, દોરડા કુદ સહિતની શેરી રમતોની મજા માણી હતી. ત્યારે મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા સહિતના અધિકારી અને સિનિયર સીટીઝન સહિતના ત્યાં હાજર રહેલ લોકો બાળકોની સાથે બાળક બનીને જુદીજુદી રમતમાં જોડાયા હતા ત્યારે કમિશનર સ્વપ્નિલ ખરેએ લંગડી, સાપ સીડી, ભમરડા ફેરવવા સહિતની રમતો બાળકોની સાથે રમી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબના પ્રેસિડન્ટ સહિતના હોદેદારો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી

(10:29 PM IST)