<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

વેરાવળ-રાજકોટ પેસેન્જર ટ્રેનને મોરબી સુધી લંબાવવા માગ.

રાજકોટ વિભાગીય રેલવે ઉપભોક્તા સમિતિની મિટિંગમાં સમિતિના સભ્ય કેતનભાઈ દફતરીએ માંગ ઉઠાવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : તાજેતરમાં રાજકોટ વિભાગીય રેલવે ઉપભોક્તા સમિતિની મિટિંગમાં સમિતિના સભ્ય કેતનભાઈ દફતરીએ વેરાવળ-રાજકોટ પેસેન્જર ટ્રેનને દરરોજ મોરબી સુધી લંબાવવા માગણી કરી છે. પૂરતા પેસેન્જર મળશે તો આ ટ્રેન નિયમિત ચાલુ રહેશે તેવી રેલ્વે સત્તાવાળાઓએ બાહેંધરી પણ આપી છે. હાલ વેરાવળ-રાજકોટ ટ્રેન ટૂંક સમય માટે અઠવાડિયામાં પાંચ દિવસ (મંગળ અને શુક્રવાર સિવાય) ચાલુ કરવામાં આવી છે. જે રાજકોટથી 10:30 વાગ્યે નીકળી મોરબી 12:20 કલાકે પહોંચે છે અને મોરબી થી 13:45 કલાકે ઉપડી રાજકોટ 16:25 કલાકે પહોંચે છે.


 

(10:31 PM IST)