<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

મોરબીમાં 5 રોડના કામો પૂર્ણ થયા હોવાનો મહાપાલિકાનો દાવો.

ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વાવડી રોડ, વીસીપરા, નગરદરવાજા, મહેન્દ્રપરા, કમલા પાર્ક આ 5 વિસ્તારોમાં રોડના નાના કામો પૂર્ણ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાપાલિકા દ્વારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વાવડી રોડ, વીસીપરા, નગરદરવાજા, મહેન્દ્રપરા, કમલા પાર્ક આ 5 વિસ્તારોમાં રોડના નાના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. તેવો મહાપાલિકાએ દાવો કર્યો છે.

      મોરબી મહાનગરપાલિકા દ્વારા ધારાસભ્યની ગ્રાન્ટ અન્વયે જુદા-જુદા 10 કામોની મંજુરી આપી શરૂ ક૨વામાં આવેલ હતા. જે પૈકી (૧) રૂ.૬.૯૯ લાખના ખર્ચે વાવડી રોડ વિસ્તાર (શ્રીહરી પાર્ક વોર્ડ નં.-૧)માં સી.સી.રોડનું કામ, (૨) રૂ.૫.૦૭ લાખના ખર્ચે વીસીપરા વિસ્તાર (સ્મશાન રોડથી કાનાભુવા વાડી સુધી વોર્ડ નં.-૨)માં સી.સી. રોડનું કામ, (૩) રૂ.૫.૦૪ લાખના ખર્ચે કમલા પાર્ક શેરી નં.-ર (વોર્ડ નં.-૪)માં સી.સી. રોડનું કામ, (૪) રૂ.૫.૦૩ લાખના ખર્ચે નાસ્તા ગલી વિસ્તાર(નગર દરવાજા વોર્ડ નં.-૫)માં સી.સી. રોડનું કામ. (૫) રૂ.૫.૭૦ લાખના ખર્ચે મહેન્દ્રપરા વિસ્તાર(ઘાંચી શેરી વોર્ડ નં.-૬)માં સી.સી.રોડનું કામ આમ કુલ પ કામો પૂર્ણ કરવામાં આવેલ છે. તેમ મહાપાલિકાની સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખાની યાદીમાં જણાવાયું છે.


 

(10:34 PM IST)