News of Sunday, 28th December 2025
મોરબી મહાપાલિકાને એક વર્ષ પૂર્ણ થતાં તા.31એ ભવ્ય આતશબાજી.
તમામ નાગરિકો, સામાજિક સંસ્થાઓ, વેપારી ભાઈઓ-બહેનો તથા યુવાવર્ગને આ નિઃશુલ્ક કાર્યક્રમમાં હાજરી આપવા માટે MMC ભાવભર્યું હાર્દિક આમંત્રણ પાઠવ્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકાને એક પૂર્ણ થતા આ મહત્વપૂર્ણ અવસરને ઉજવવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે તા. ૩૧/૧૨/૨૦૨૫ ના રોજ સાંજે ૭:૦૦ થી ૮:00 વાગ્યા સુધી પટેલ સમાજવાડી, શનાળા ખાતે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ શહેરના નાગરિકોમાં આનંદ, ઉત્સાહ અને એકતાની ભાવના વિકસાવવાનો છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ આતશબાજી કાર્યક્રમ સંપૂર્ણપણે આયોજનબદ્ધ રીતે અને સુરક્ષા નિયમોનું પાલન કરીને યોજવામાં આવશે, જેથી તમામ નાગરિકો પોતાના પરિવાર સાથે નિર્ભય અને સુરક્ષિત રીતે આ ભવ્ય દૃશ્યનો આનંદ માણી શકે. આ કાર્યક્રમમાં પ્રવેશ માટે કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવી નથી, શહેરના વિકાસ માટે નાગરિકોએ આપેલા સહયોગ અને વિશ્વાસ બદલ મહાનગર પાલિકા આભાર વ્યક્ત કરે છે, અને તમામ નાગરિકો, સામાજિક સંસ્થાઓ, વેપારી ભાઈઓ-બહેનો તથા યુવાવર્ગને આ નિઃશુલ્ક કાર્યક્રમમાં હાજરી આપવા માટે MMC ભાવભર્યું હાર્દિક આમંત્રણ પાઠવે છે. તેમ યાદીમાં જણાવાયું
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
