<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

દ્વારકાના રાવલ ગામ પાસે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ: રોજી આઈ માતાજી મંદિર પાસે પાઈપલાઈન તૂટતા હજારો લીટર પાણી વેડફાયુ

આસપાસના ખેતરો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા: ખેતરોમાં પાણી ફરી વળતા શિયાળુ પાકને નુકસાનની ભીતિ

દ્વારકા: દ્વારકાના રાવલ ગામ નજીક પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયુ. રોજી આઈ માતાજી મંદિર પાસે પાઈપલાઈન તૂટતા હજારો લીટર પાણી વેડફાયુ હતુ. આસપાસના ખેતરો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ખેતરોમાં પાણી ફરી વળતા શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકો અને ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે. તત્કાલ રિપેરિંગ નહીં કરાય તો નુકસાન વધવાની શક્યતા છે.

 


 

(11:15 PM IST)