News of Sunday, 28th December 2025
જુનાગઢના ખડીયા ગામે ગૌવંશની હત્યા સામે ગામલોકોએ બંધ પાળી વિરોધ દર્શાવ્યો
ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી કે ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કરનારા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે

જુનાગઢઃ જૂનાગઢના ખડીયા ગામે ગૌવંશની હત્યા સામે ગામલોકોએ બંધ પાળી વિરોધ દર્શાવ્યો. ગૌવંશના હત્યારાઓ સામે ગ્રામજનોએ SPને રજૂઆત કરી છે. ગુનેગારોને કડકમાં કડક સજા આપવા માગણી કરાઈ છે. બે દિવસ પહેલા ખડિયાના કૃષ્ણનગર વિસ્તારમાં ગૌવંશની હત્યા કરીને ગૌવંશના મૃતદેહના ટૂકડા કરીને ફેંકી દેવાયા હતા. પોલીસે આ મામલે 3 આરોપીની અટકાયત પણ કરી છે. ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી કે ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કરનારા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
