News of Sunday, 28th December 2025
મોરબી હાઈવે પર હીટ એન્ડ રન, યુવાનનું મોત નીપજાવી અજાણ્યો ડમ્પર ચાલક ફરાર
મોરબી સીટી બી ડીવીઝન પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના લખધીરપુર રોડ સામે નેશનલ હાઈવે પર અજાણ્યા ડમ્પર ચાલકે યુવાનને હડફેટે લેતા મોત થયું હતું અકસ્માત બાદ અજાણ્યો ટ્રક ડમ્પર ચાલક નાસી ગયો હતો સીટી બી ડીવીઝન પોલીસે હીટ એન્ડ રનના બનાવ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
મૂળ મધ્યપ્રદેશના વતની આશિષ ભાગીરથભાઈ આહીરવાર (ઉ.વ.૨૫) નામના યુવાને અજાણ્યા ટ્રક ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર લખધીરપુર રોડ સામે અજાણ્યા ટ્રક ડમ્પર ચાલકે પુરઝડપે ચલાવી ફરીયાદીન ભાઈ સતીશને હડફેટે લઈને અકસ્માત કર્યો હતો ફરિયાદીના ભાઈ સતીશને પગમાં અને શરીરે ગંભીર ઈજા કરી મોત નીપજાવી અજાણ્યો ટ્રક ડમ્પર ચાલક નાસી ગયો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
