<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

ગોંડલમાં જૂગાર રમતી પ મહિલા પકડાઇ

રાજકોટ તા. ર૯ :.. ગોંડલ આઇટીઆઇ પાસે ખુલ્લા પ્‍લોટમાં જાહેરમાં જૂગાર રમતી પ મહિલાને પોલીસે ઝડપી લીધી હતી.

મળતી વિગતો મુજબ જૂગાર રમાતો હોવાની બાતમી મળતા બી ડીવીઝન પોલીસે રેઇડ કરી જૂગાર રમતી રીટાબેન વા-ઓ ખીમાનંદભાઇ માવલીયા રે. ગોંડલ સરકારી દવાના પાસે (ર) ભાવનાબેન વા-ઓ હરેશભાઇ ચાંડપા, રહે. રાજકોટ, ગોંડલ ચોકડી માલધારી સડક દ્વારીકા એપાર્ટમેન્‍ટ (૩) સમજુબેન ઉર્ફે કાળીબેન મનસુખભાઇ રોજસરા, રહે. ગોંડલ, ભગવતપરા, બોદલશા પીરની દરગાહ પાસે (૪) હંસાબેન ઉર્ફે હસી અજયભાઇ જેન્‍તીભાઇ સોલંકી, રહે. ગોંડલ, સરકારી દવાખાના પાસે ખાંડામાં તથા (પ) સોનીબેન વા-ઓફ સુનીલભાઇ રામજીભાઇ સરકારી દવાખાના પાસે ખાંડામાંને રોકડા રૂા. ૬ર,૩ર૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. (પ-૧ર)

(11:20 AM IST)