News of Monday, 29th December 2025
મૂળ દ્વારકાના દરિયાકિનારે મહાકાય ‘ગ્રીન સી ટર્ટલ' મૃત અવસ્થામાં તણાઈ આવ્યો
૧.૫ થી ૨ મીટર લાંબો અને ૨૦૦ કિલોથી વધુ વજન ધરાવતો કાચબો જોવા મળતા પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતાઃ વન વિભાગે તપાસ હાથ ધરી

કોડીનાર, તા.૨૯: તાલુકાના મૂળ દ્વારકાના દરિયાકિનારે અત્યંત દુર્લભ અને મહાકાય ગ્રીન સી ટર્ટલ (લીલો કાચબો) મળત હાલતમાં તણાઈ આવતા ચકચાર મચી જવા પામી છે. અંદાજે ૨૦૦ કિલોથી વધુ વજન ધરાવતા આ કાચબાના મોઢાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા છે, જે કોઈ દુર્ઘટના કે શિકારનો સંકેત આપી રહ્યા છે.
સ્થાનિક રહીશ રોહિતભાઈ બારડને દરિયાકિનારે આ મહાકાય કાચબો નજરે પડતા તેમણે તુરંત ‘પ્રકળતિ નેચર ક્લબ'ના જીગ્નેશ ગોહિલને જાણ કરી હતી. પ્રકળતિ નેચર ક્લબ દ્વારા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાચબાના મળતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરશે, જેથી તેના મળત્યુનું સચોટ કારણ જાણી શકાય.વિશ્વમાં દરિયાઈ કાચબાની કુલ ૭ પ્રજાતિઓ જોવા મળે છે, જેમાંથી ભારતની દરિયાઈ પટ્ટી પર ૫ અને ગુજરાતમાં ૩ પ્રજાતિઓ વસે છે. ગ્રીન સી ટર્ટલ એ વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો કાચબો છે, જે ખોરાકમાં દરિયાઈ ઘાસ લે છે. આખા ભારતમાં ગ્રીન સી ટર્ટલ સૌથી વધુ ઈંડા મૂકવા માટે ભાવનગરથી કચ્છ સુધીના દરિયાકિનારાનો ઉપયોગ કરે છે, જેમાં શિલ-માધુપુર મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે દરિયાઈ કાચબાનું અસ્તિત્વ ખૂબ જ જોખમમાં છે. ૧૦૦૦ ઈંડામાંથી માંડ એક કાચબો યુવાનીની અવસ્થા સુધી પહોંચી શકે છે.
આ મળત કાચબાની લંબાઈ ૧.૫ થી ૨ મીટર જેટલી છે. તેના મોઢા પર જોવા મળેલી ઈજાઓ કોઈ બોટ સાથે અથડામણ કે જાળમાં ફસાવાને કારણે થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. પર્યાવરણ પ્રેમીઓએ આવી દુર્લભ પ્રજાતિઓના સંરક્ષણ માટે વન વિભાગ વધુ સક્રિય બને તેવી માંગ કરી છે.(
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
