<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

મેલડી માતાના મંદિરે દર્શને જતા કચ્‍છમાં બાઇકને મિક્‍સર મશીનના ચાલકે ટક્કર મારતા કાકા ભત્રીજાના મોત

 

ભુજ, તા.૨૯: ભચાઉના આધોઇ ગામેથી રાપરના લખપત નજીક આવેલ મેલડી માતાના મંદિરે જતા કાકા ભત્રીજીના માર્ગ અકસ્‍માતમાં અરેરાટીભર્યા મોત નીપજતા પંથકમાં શોકનું મોજું ફરી વળ્‍યું છે. મેલડી માતાના મંદિરે જાતર હોઈ ત્‍યાં દર્શને બાઇક ઉપર જઈ રહેલ રમેશ ગણેશભાઈ ભરવાડ અને તેની સાથે તેની ભત્રીજી ૪ વર્ષીય હસ્‍તીના મોત નિપજ્‍યા હતા. માર્ગ ઉપર ચાલતા પુલિયાના કામ પાસે બાઈક સાથે ઊભા હતા ત્‍યારે ફ્‌લોરી મિક્‍સર વાહનના ચાલકે રિવર્સમાં પોતાનું વાહન લેતા બાઈક સાથે ટક્કર થઈ હતી. જેમાં કાકા ભત્રીજીના મોત નિપજ્‍યા હતા. પોલીસે અકસ્‍માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:43 AM IST)