News of Monday, 29th December 2025
અંજારમાં પારિવારિક ઝઘડામાં મામાની હત્યા
ત્રણ ભાણેજ સાથે પિતાએ સાથે મળી પાઇપ-ધોકાથી ઢીમ ઢાળી દીધુ

ભુજ, તા.૨૯: અંજારમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંજામ આવ્યો હતો. દેવળીયા નાકા પાસે આવેલ નોડે ફળિયામાં પાડોશમાં રહેતા ભાઈ બહેનના પરિવારોમાં આંટશના કારણે સાળા બનેવી તેમજ ભાણેજ મામાઓ વચ્ચે બનતું નહોતું. એક બીજાને ઘેર આવવા જવાના મુદ્દે થયેલ બોલાચાલીમાં બનેવી અકરમ હુસેન નોડે અને તેમના દીકરાઓ મળતકના ત્રણેય ભાણેજો પોતાના ૬૫ વર્ષીય સગા મામા આમદ ઇસ્માઇલ નોડે ઉપર પાઇપ અને ધોકાઓ સાથે તૂટી પડ્યા હતા. આ હુમલામાં ગંભીર ઈજાઓ થતા આમદ ઈસ્માઈલ નોડેનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું. પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહીની તજવીજ હાથ ધરી.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
