News of Monday, 29th December 2025
રાજકોટના શખ્સ સામે દ્વારકામાં ઠગાઇ આચરનાર મદારીગેંગના બે શખ્સોને ઝડપી લેતી પોલીસ

અમરેલી, તા.૨૯: ફરીયાદી નિર્મલભાઇ કાથળભાઇ ઝરૂ રહે. અમૃતધારા સોસાયટી, રાજકોટ વાળાને અજાણ્યા ઇસમોએ સોનાની વિધી કરાવી રીધ્ધી સીધ્ધિ મળશે અને નડતર દુર થશે તેવા વિશ્વાસમાં ભોળવી તેઓ સાથે છેતરપીંડી કરી દ્વારકા નાગેશ્વર રોડ ધ્રાસણવેલ ગામ પાસે ઠગાઇ કરેલ હોવા બાબતે દ્વારકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ હતો.
દરમ્યાન હકિકત આધાર બે ઇસમોને દ્વારકા-ચરકલા રોડ, રેલ્વે નાલા પાસેથી ઉક્ત ગુનામાં ગયેલ સોનાના દાગીના મળી કુલ કિ.રૂ. ૯,૩૨,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાર્યવાહી અર્થે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
પકડી પાડેલ આરોપી : (૧) જાનનાથ સુરમનાથ પઢીયાર, મદારી રહે- મકનસર ગામ, મદારીવાસ તા.જી- મોરબી (૨) નેનુનાથ પોપટનાથ બામણીયા રહે. પારેવાડા ગામ તા.જિ.રાજકોટ કબ્જે કરેલ મુદામાલઃ-કોઇ અંધશ્રધ્ધાળુ ભગત માણસોને ધાર્મિક ઝાસામાં ફસાવી તેઓની સાથે તેમના ઘરમાં રહેતી રોજીંદી પ્રકારની નાની મોટી મુશ્કેલીઓ તેમજ ભગવાનની અવકળપાથી રહેતા નડતરને દુર કરી આપવાના આંધળા વિશ્વાસમાં લઇ યુકિત પ્રયુકિતથી લોકોને વાતોમાં ફસાવી સોનાના દાગીનાથી તાંત્રિક વિધી કરવાની આડમાં અવાવરૂ જગ્યાએ સોનાના દાગીના સાથે બોલાવી સ્થળ પર ગેંગના એક સભ્ય દ્વારા તરફડીયા મારવા સહિત મોઢામાં કંકુ રાખી લોહી કાઢી જીવલેણ પ્રકારનુ ખોટુ નાટક કરી ભગતમાણસોને બીવડાવી તેઓ પાસે રહેલ સોનાના દાગીના મેળવી લઇ વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગુનો આચરે છે.
આ સમગ્ર કાર્યવાહી LCB PI બી.જે.સરવૈયા ની રાહબારી હેઠળ PSI ી બી.એમ.દેવમુરારી, PSI એસ.વી.કાંબલીયા ASI જેશલસિંહ જાડેજા, મસરીભાઇ ભારવાડીયા, દિનેશભાઇ માડમ HC ગોવિંદભાઇ કરમુર, કુલદિપસિંહ જાડેજા, લાખાભાઇ પીંડારીયા, મુકેશભાઇ કેસરીયા, PC પ્રકાશભાઇ ચાવડા તથા ડ્રા. HC હસમુખભાઇ કટારા, વિશ્વદિપસિંહ જાડેજા નાઓ જોડાયેલ હતા. (૩.૭)
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
