તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th December 2025
ચોટીલા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના મહામંત્રીનું કારમાં અપહરણઃ પાંત્રીસ જેટલી ઝાપટો મારી

વઢવાણ તા.૨૯: ચોટીલા તાલુકાના ખરેડી ગામે રહેતા કાનજીભાઈ વીરાભાઈ વાઘેલા (ભાજપ અનુ.જાતિ મોરચાના મહામંત્રી) ચોટીલાના મારુતિનગર સોસાયટીમાં હતા ત્યારે મનોજ, વિપુલ અને તેની સાથેના મહિલા સહિત લોકોએ ઝઘડો કરી ઈંટ વડે અને મુંઢ માર મારતા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેઓએ પોલીસને આપેલી માહિતી મુજબ, અગાઉ મનોજ તેના વાહનમાં મહિલાને બેસાડીને નીકળ્યો હતો. જે તેઓ જોઈ ગયા હતા.
જે બાબતે રાગદ્રેષ ચાલતો હતો. દરમિયાન મનોજ ઉર્ફે માધાએ કાનજીભાઈને ફોન કરી મળવા માટે બોલાવતાં ગયા હતા. અહીં તેની સાથે મારકુટ કરાઈ હતી. મહિલાઓએ પણ મારકુટ કરી હતી. બાદમાં મનોજ અને વિપુલ કારમાં બેસાડી નગરપલિકાના સ્મશાન પાસે લઈ ગયા હતા. માથામાં પાંત્રીસ જેટલી ઝાપટો મારી હતી.આ મામલે હોબાળો થતાં હુમલાખોરો ભાગી ગયા હતા.આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જયાર કાનજીભાઇને રાજકોટ સારવારમાં ખસેડયા છે
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
