News of Monday, 29th December 2025
ગોંડલમાં પાટલાસાસુ સાથે વાત કરવા મુદ્દે પાવડા-છરી ઉડયાઃ ગોપી-સાગરને ઇજા
ગોપી તેની પાટલાસાસુ કીરણબેન સાથે વાત કરતો હતો તે કીરણબેનના મિત્ર સાગરને ન ગમતાં બખેડોઃ બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૯: ગોંડલમાં વોરા કોટડા રોડ પર ગુ.હા. બોર્ડ ક્વાર્ટરમાં રહેતાં બકાલાના ધંધાથી ગોપી કિશોરભાઇ સોલંકી (ઉ.વ.૨૮) અને સિવિલ હોસ્પિટલ પાછળ રહેતાં સાગર રાજુભાઇ સોલંકી (ઉ.વ.૨૦) વચ્ચે પાવડા, છરીથી મારામારી થતાં બંનેએ એક બીજા પર હુમલો કરતાં ઇજાઓ પહોંચી હતી. બંનેને ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ગોપી સોલંકીએ કહ્યું હતું કે હું બકાલુ વેંચીને ગુજરાન ચલાવુ છું. મારી પાટલાસાસુ કીરણબેન ગોંડલ સિવિલ પાછળ રહે છે. હું તેના ઘર પાસે તેણી સાથે વાતો કરતો હતો ત્યારે પાટલાસાસુની બાજુમાં રહેતો તેણીનો મિત્ર સાગર સોલંકી આવ્યો હતો અને તું કેમ આની સાથે વાતો કરે છે? કહી ગાળો દેવા માંડયો હતો અને છરીથી હુમલો કરી ઘા મારી દીધા હતાં.
સામા પક્ષે સાગરે કહ્યું હતું કે કીરણબેન મારી બાજુમાં રહે છે, તેની સાથે ગોપી વાત કરતો હોઇ માથાકુટ થતી હોવાનું લાગતાં હું ત્યાં જતાં ગાળાગાળી કરી ગોપીએ પાવડાથી મારા ઉપર હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બંને એન્ટ્રીની નોંધ ગોંડલ એ-ડિવીઝન પોલીસમાં કરાવી હતી. સાગરના કહેવા મુજબ તે મચ્છી વેંચી ગુજરાન ચલાવે છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
