તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 29th December 2025
ચોટીલાના ખેરડી પાસે ગેરકાયદે ઉભી કરેલ ૩ હોટલો તોડી પડાઇ
ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને મામલતદારની ટીમ ત્રાટકી

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા.૨૯: નાયબ કલેકટર ચોટીલા એચ.ટી. મકવાણા તથા મામલતદાર ચોટીલાની સંયુકત ટીમ દ્વારા ચોટીલા તાલુકાના ખેરડી ગામના સરકારી સર્વે નંબર. ૨૨૪/પૈકી ૧ (નવો સર્વે નંબર.૬૦૫) ની જમીન પર. (૧) શિવ લહેરી પરોઠા હાઉસ હોટલ કે જેનું ક્ષેત્રફળ એકર ૪- ૦૦ ગુ.(૧૦ વિઘા) કબજો કરી ઉપયોગ કરવામાં આવે છે.જે પૈકી એકર ૧-૦૦ ગુ.જમીન પર પાકું બાંધકામ વાળી જમીન પર મંગળુભાઇ જીલુભાઈ ખાચર રહે.ખેરડી તાલુકોઃ ચોટીલાવાળા વ્યકિતઓએ સન.૨૦૦૧ થી હોટલ બનાવી અનઅઘિકળત રીતે દબાણ કરી વાણિજય હેતુ માટે શિવ લહેરી પરોઠા હાઉસ હોટલ, ચા, પંચર તથા પાન મસાલા તથા કરિયાણાની દુકાનો, રહેઠાણ માટેનો બંગલો,હોટલમાં કામ કરતા સ્ટાફ ને રહેવા માટેના મકાનો તથા ઘોડાસર ( ઘોડાઓ માટેનો તબેલો) વિગેરે.ગેરકાયદેસર રીતે પાકુ બાંઘકામ કરી ઉભી કરેલ હતું.જે હોટલ ખાતે બાયો ડીઝલ ,ડીઝલ ચોરી તથા અન્ય ગેરકાયદેસર ઙ્કવળતિ કરવામાં આવતી હોવાની અવાર નવાર ફરિયાદ અત્રેની કચેરીને મળેલ.તેમજ હોટલ સંચાલકને સદર જગ્યા ખાલી કરવા માટે ગત તારીખ.૨૬/૧૨/૨૦૨૫ ના રોજ આખરી નોટિસ આપવામાં આવેલ જેની મુદ્દત આજ રોજ તારીખ.૨૮/૧૨/૨૦૨૫ ના રોજ સમય બપોરના ૨-૦૦ કલાકે પૂર્ણ થયેલ.તેમ છતાં પણ તેઓ દ્વારા પોતાની જાતે દબાણ દૂર કરવામાં ન આવતા, આજ રોજ બપોરના ૩- ૦૦ કલાકે નાયબ કલેકટર ચોટીલા એચ.ટી.મકવાણા તથા મામલતદારશ્રી ચોટીલાની સંયુકત ટીમ દ્વારા નીચે મુજબનું ગેરકાયદેસર પાકા બાંધકામ વાળા દબાણો દૂર કરવામાં આવ્યુ છે.
શિવ લહેરી પરોઠા હાઉસ હોટલ, ૦૭ દુકાનો ( ચા, પાન મસાલા, પંચર તથા કરિયાણા વિગેરે...), ૦૧ રહેઠાણ માટેનો બંગલો, ૦૩ હોટલમાં કામ કરતા સ્ટાફ ને રહેવા માટેના મકાનો. ઘોડાસર ( ઘોડા માટેનો તબેલો.) દુર કરાયો છે.
આ ઉપરાંત વીર વચ્છરાજ હોટલ, ૦૩ દુકાનો ( ચા, પાન મસાલા, પંચર વિગેરે...), ૦૩ હોટલ સ્ટાફ કવાર્ટસ, ટોયલેટ બાથરૂમ બ્લોક. ગેરકાયદેસર બાંઘકામ કરેલ હતા તે બાંધકામ સરકારી જમીનમાંથી દુર કરાવી આશરે ૧૦,૬૨,૪૦,૦૦૦/- ( અંકે રૂપિયા દસ કરોડ બાસઠ લાખ ચાલીસ હજાર પુરા) કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ.
જયારે પટના બિહાર બલવીર હોટલ, ૦૨ દુકાનો ( ચા, પાન મસાલા ), ૦૨ હોટલ સ્ટાફ કવાર્ટસ, ટોયલેટ બાથરૂમ બ્લોક. તમામ ગેરકાયદેસર બાંધકામનુ કુલ ક્ષેત્રફળ એકર ૮- ૨૭ ગુઠા( ૨૨ વિઘા) જમીન થાય છે.જેનું હાલની બજાર કિંમત રૂ.૨૮,૧૨,૨૪,૦૦૦/- ( અંકે અઠયાવીસ કરોડ બાર લાખ ચોવીસ હજાર રૂપિયા પુરા.) કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ. તેમજ આ ગેરકાયદેસર પાકા બાંધકામ ૨૫ વર્ષ થી કરેલ છે તે અંગે વાર્ષિક ૧% ના દરે કુલ ૨૫ વર્ષની વસૂલાત કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
