તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th December 2025
ધર્મના પાલન સાથે રાષ્ટ્રધર્મનું પાલન કરોઃ સ્વામી ધર્મબંધુજી
પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુજી પ્રેરિત વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા ૨૬મી રાષ્ટ્રકથા શિબીરનો આજે ત્રીજો દિવસ : વિશ્વાસઘાતી બાંગ્લાદેશની શાન ઠેકાણે લાવવા આજે જલતી મશાલ સોંપવા આવ્યો છું: બાંગ્લાદેશ યુધ્ધના સૈનિક જનરલ જી.ડી. બક્ષીઃ હંમેશા આપનું કર્તવ્ય શ્રેષ્ઠ રીતે કરજો તો જીવન સાર્થક રીતે જીવ્યાની આત્માનુભૂતિ પામશોઃ નિવૃત ડીજીપી ઉમેશ મિશ્રાઃ પાઠયક્રમમાં આપણા પ્રાચીન વારસાને સ્થાન આપવાની આવશ્યકતાઃ નિવૃત ડીજીપી પ્રકાશસીંગ

રાજકોટ તા.૨૯: ઉપલેટા તાલુકાના પ્રાંસલા મુકામે બીજા દિવસના પ્રવચન સત્રને સંબોધતા સ્વામી ધર્મબંધુજીએ શિબિરાર્થીઓને વિકસિત રાષ્ટ્રની પૂર્વ શરત છે તેના નાગરિકો દ્વારા રાષ્ટ્રધર્મનું પાલન થવું. આ રાષ્ટ્ર ધર્મના ૯ સિધ્ધાંતો વિશે સમજાવતા તેમણે જણાવ્યું કે, સૌપ્રથમ તમારા સંવિધાન, રાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્રનેતાનું સન્માન કરવું. આપને યોગ્ય લાગે તે ધર્મનું પાલન કરો પરંતુ ઘરની બહાર કદમ માંડતા જ સંવિધાનને અનુસરો.
આપના જીવનમાં માત્ર વાતથી નહીં પરંતુ આપના કર્તવ્યો અને આચરણમાં પ્રતિબધ્ધતા અને પ્રમાણિકતા જોવા મળવી જોઇએ. સ્વયં અનુશાસિત રહો. અન્ય પ્રત્યે કરૂણા, અનુકંપા દાખવો, અનુદાન કરવા માટે સંપતિવાન હોવું જરૂરી નથી, આપના જન્મ દિવસ કે તહેવાર પ્રસંગે જે ખર્ચ કરો છો તે પૈકી ૨૦ % કાપ મૂકીને જરૂરિયાતમંદને સહાયરૂપ બનીને અનુકંપા દાખવી શકાય.
રાષ્ટ્રને અનુપમ પ્રેમ કરો. આપની વ્યાજબી માંગ માટે બંધનું એલાન કરીને કે આંદોલન દરમિયાન રાષ્ટ્રીય સંપતિને નુકશાન પહોંચાડનાર કદાપી રાષ્ટ્રપ્રેમીના બને શકે. આ રાષ્ટ્રમાં ભાષા, ધર્મ, જાતિ, સંપ્રદાય, સંસ્કળતિની અપાર વિવિધતા છે. વિશ્વમાં આપણી એજ સાંસ્કળતિક ઓળખ છે અને સહુનું સન્માન જાળવો. સહુની સાથે રહેવાનું, સહુની સાથે કામ કરવાનું અને સહુ સાથે મળીને રાષ્ટ્રની પ્રગતિ કરવાનું શીખો.
હંમેશા આપના કાર્ય પ્રત્યે ઝનૂન દાખવો. હંમેશા પોતાની જાત સાથે મુકાબલો કરો અને આ માટે રોજ રાત્રીના પોતાનું સ્વમૂલ્યાંકન કરીને પોતાની ઉણપો દુર કરતા રહો. હંમેશા પોતાના શરીર, મન અને વિચારોની પવિત્રતા જાળવી રાખો. હંમેશા નવું શીખવાની જીજ્ઞસા રાખી સતત પોતાના જ્ઞાનમાં વળધ્ધિ કરો. આ ૯ સિધ્ધાંતોના પાલનથી આપ રાષ્ટ્રધર્મનું પાલન કરનાર બનીને અન્ય માટે અનુકરણીય નાગરિક લેખાશો.
વધુમાં સ્વામી ધર્મબંધુજીએ શિબિરાર્થીઓને કાર્યની સફળતા માટે આત્મવિશ્વાસ ધરાવતા બનવા પર ભાર મુકતા બે રોચક કિસ્સાઓ જણાવેલ કે, આપણા પહેલા નાણામંત્રી સી.ડી. દેશમુખ કે, જેમને આઈસીએસની પરિક્ષાનું પરિણામ જાહેર થયું છે એ સમાચાર આપવામાં આવ્યા ત્યારે તેમણે પુછયું કે, બીજા નંબરે કોણ આવ્યું છે ? કારણ કે, તેમને વિશ્વાસ હતો કે, પ્રથમ નંબરે તેઓ જ છે. આવી જ રીતે ડો.સી.વી. રામને નોબલ પારિતોષક જાહેર થવાના છ મહિના પહેલા જહાજની ટિકીટ બુક કરાવી લીધી હતી કારણ કે, તેઅને વિશ્વાસ હતો કે, આ વર્ષનું નોબલ પારિતોષિક તેમને જ મળવાનું છે.
સ્વામી ધર્મબંધુજીએ બપોર પછીના સત્રમાં સંબોધતા જણાવેલ કે, જીવન એક યુધ્ધ છે. જેને જીતવા માટે સૌથી પ્રથમ તમારે જીવનના ધ્યેયની પસંદગી કરવાની છે. જીવનના ધ્યેયની પસંદગી માટે ખૂબ વિચાર કરીને પછી નિર્ણય લેવા પરંતુ એકવાર પસંદગી કરી લીધા પછી તેને દ્રઢતાથી વળગી રહેવા સંકલ્પબધ્ધ રહેવું.
૧૯૭૨ના યુધ્ધમાં સૈનિક તરીકે લડીને બાંગ્લાદેશને સ્વતંત્રતા અપાવવામાં યોગદાન આપનાર જનરલ જી.ડી. બક્ષીએ અત્રે સંબોધન કરતાંબાંગ્લાદેશને વિશ્વાઘાતી અને બુઝદીલ ગણાવતા કહ્યું હતું કે, માત્ર ૧૪ દિવસની લડાઇમાં ૫૫૦ કિલોમીટર સુધી ભારતીય સેના પકિસ્તાનમાં પ્રવેશી ગઈઅ હતી અને ૯૧૦૦૦ પાકિસ્તાની સૈનિકોએ નતમસ્તકે શરણાગતિ સ્વીકારી હતી, આ યુધ્ધમાં ભારતના ૩૮૬૪ સૈનિકો અને સૈન્ય અધિકારીઓએ જાન ગુમાવી હતી. પરંતુ આજે ચીન, અમેરિકા અને પાકિસ્તાનના ઇશારે કુદી રહેલ બાંગ્લાદેશની શાન ઠેકાણે લાવાવા આજે ફરી કદમ ઉઠાવીને એ વેળા પાકિસ્તાનના બે ટુકડા કર્યા હતા હવે ચાર ટુકડા કરો એવી જલતી મશાલ સોંપવા આવ્યો છું તેમ જોશભર્યા પ્રવચનમાં જણાવેલ.
આસામ અને પંજાબમાં ડીજીપી તરીકે સેવા આપનાર પ્રકાશસીંગ એ તેમના સંબોધનમાં જણાવેલ કે, ભારત પ્રાચીન કાળથી વૈવિધ્યસભર સભ્યતા દેશ રહ્યો છે. આ દેશ સમળધ્ધ હોવાથી જ તેને શોધવા કોલંબંસ એ સફર આદરી હતી. આ રાષ્ટ્રમાં વિશ્વની સર્વપ્રથમ તક્ષશીલા અને નાલંદા યુનિવર્સિર્ટી હતી. આ રાષ્ટ્રની ભૂમિ પરથી જ ૪ ધર્મ વિશ્વને મળ્યાઃ હિન્દુ, બૌધ્ધ, જૈન અને શીખ. આ રાષ્ટ્રઅ એ જ વિશ્વને ચિકિત્સા માટે આર્યુવેદની ભેટ આપી. આ રાષ્ટ્ર એજ શ્રેષ્ઠ ગાણિતીક શોધ શુન્ય આપી. આ યાદી હજી વિસ્તળત કરી શકીએ. જે દર્શાવવાનો હેતુ પ્રાચીન કાળમાં ભારત વિશ્વમાં શ્રેષ્ઠ હતું. વચ્ચેના કાળમાં વિદેશી આક્રમણો પછી આપણા મુળભુત ધરોહરને વિસરીને દરેક બાબતમાં પાશ્વાત્ય સંસ્કળતિને અનુસરવાથી આજની હાલત સર્જાય છે. હવે નવી પેઢીને તેનાથી સુપરિચિત કરવા પાઠયક્રમમાં આપણા પ્રાચીન વારસાને સ્થાન આપવાની આવશ્યકતા છે.
રાજસ્થાનના નિવળત ડીજીપી ઉમેશ મિશ્રા એ શિબિરાર્થીઓને જીવનમાં પ્રમાણિકતા, મહેનત, નિષ્ઠા, હિંમતના સદગુણો અપનાવવા વિવિધ ઉદાહરણો સાથે વિસ્તારથી સમજાવેલ. વિશેષપણે શારિરીક-માનસિક સ્વાસ્થય જાળવી રાખવા યોગ્ય આહાર-વિહાર- વાંચન અને ચિંતનની નિયમિત આદત પાડવા જણાવેલ. આપની ક્ષમતા અનુસાર નોકરીમાં વર્ગ- ૪ થી વર્ગ-૧ સુધીના કોઇપણ પદ સ્થાને પહોંચો કે અન્ય કોઈ ક્ષેત્રમાં કારકિર્દી બનાવો, હંમેશા આપનું કર્તવ્ય શ્રેષ્ઠ રીતે કરજો તો જીવન સાર્થક રીતે જીવ્યાની આત્માનુભૂતિ પામશો એમ જણાવેલ. કયારેય અનપેક્ષિત પરિસ્થિતીમાં આવી પડો ત્યારે આત્માના અવાજને અનુસરશો એવી શીખ આપી હતી.
વિવિધ પ્રદર્શનો
ગઇકાલે રાત્રીના વિવિધ રાજયોના શિબિરાર્થીઓએ તેમના રાજયની કલા- સંસ્કળતિ રજુ કરતાં ગીત-નળત્યુ રજુ કર્યા હતા. અહીંયા શિબીર સ્થળે બીએસએફ, આરએએફ, નેવી, ભારતીય તટ રક્ષક દળ, સીઆરપીએફ, ઇસરો, ડીઆરડીઓ, એનડીઆરએફ વિગેરેના વિશાળ માહિતીપ્રદ પ્રદર્શનો સ્ટોલ લગાવવામાં આવ્યા છે. બે પ્રકારની વિશાળ તોપ સહિતના અદ્યતન શસ્ત્રો પણ પ્રદર્શનમાં રાખવામાં આવેલ છે. તેમ દિનેશભાઇ પરમાર (પ્રાંસલા- રાજકોટ)ની યાદીમાં જણાવાયું છે.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
