News of Monday, 29th December 2025
૨૦૨૬ની વિન્ટર સીઝનમાં ભૂમધ્ય રેખાની ઉપર આવેલા દેશોમાં ચૈત્ર વૈશાખમાં પણ મોટા ભૂકંપની શકયતા : જયપ્રકાશ માઢકની આગાહી
કચ્છમાં આવતા ભૂકંપના આંચકા ભૂગર્ભ જળ સૂકાવાના કારણે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૯: જાણીતા આગાહીકાર જયપ્રકાશ માઢકે જણાવ્યું છે કે શિયાળો જામતાંની સાથે જ માણસોની સાથે જ ધરતી પણ ધ્રૂજી રહી હોય એમ લાગી રહ્યુ છે. પહેલા ગત ૮ ડિસેમ્બર ની રાત્રે જાપાનના પૂર્વીય તટ ૭.૬ની તીવ્રતા નો ભિષણ ભૂકંપ ત્રાટકયા બાદ ગત ૨૪ ડિસેમ્બરે તાઈવાન માં ૬.૧ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તે પછી બે દિવસે ૨૬ ડિસેમ્બરે શુક્રવારે ગુજરાત ના કચ્છ જીલ્લાની ધરતી ધ્રૂજી ઊઠી હતી.
જેથી ઘણા લાંબા સમય બાદ લોકોમાં ફરી એક વખત ગભરાટની લાગણી ફરી વળી હતી. વહેલી સવારે આવેલા આ ભૂકંપ ની તીવ્રતા ૪.૪ મપાઈ હતી.આ પહેલા પણ ડિસેમ્બર માસ માં કચ્છ માં ૧૩ મી ડિસેમ્બરે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ૨૬ ડિસેમ્બર પછી પણ નાની તીવ્રતાના કેટલાક વધુ આંચકાઓ આવ્યા હતા.આવા આંચકાઓ ને લીધે લોકોના મન માં આશંકાઓ, દ્વિધાઓ જન્મે એ સ્વાભાવિક છે.
તેથી ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ ના ગુજરાત ભૂકંપની તારીખ સાથે આગાહી કરનાર જયપ્રકાશ માઢકે જણાવ્યુ હતુ કે વર્ષા ?તુ માં ભૂગર્ભમાં કરોડો ગેલન પાણી જમા થતુ હોય છે. આ ભૂગર્ભ જળના વજનને લીધે પળથ્વીના પેટાળમાં આવેલી અને પરસ્પર ભીડાઈ રહેલી ભૂકંપ માટે જવાબદાર પ્લેટો હલનચલન કરી શકતી નથી પણ શિયાળો આવતાં આ ભૂગર્ભ જળ સૂકાવા લાગે છે જેથી પ્લેટો પરનુ પાણી નું દબાણ ઘટતાં પ્લેટો ફરી હલનચલન કરવા લાગે છે, જેથી તેમની વચ્ચેના ઘર્ષણ ને લીધે ઉર્જા છુટ્ટી પડતાં નાના મોટા ભૂકંપીય આંચકા આવતા જોવા મળે છે.
પાણીનુ દબાણ ઘટતાં જ પ્રભાવી રીબાઉન્ડ ક્ષેત્ર અસ્થિર થઈ જાય જેથી આંચકા આવે છે. તાજેતરમાં વીન્ટર સીઝનમાં ડિસેમ્બર માસ માં જાપાન, તાઈવાન તથા મ્યાનમારમાં વિનાશક ભૂકંપો આવ્યા પછી હવે ગુજરાતના કચ્છમાં પણ ૨૬ ડિસેમ્બર અને શુક્રવાર ના રોજ વહેલી સવારે ૪.૩૧વાગ્યે ૪.૪ મેગ્નિટયૂડ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેથી ઘણા લાંબા સમય બાદ ફરી એક વાર લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. ઈ.સ. ૨૦૦૧માં કચ્છમાં આવેલો ભૂકંપ પણ શિયાળા માં જાન્યુઆરી મહિનાની ૨૬ તારીખે અને શુક્રવારે જ આવેલો.
ભૂતકાળમાં ૨/૨/૧૫૫૬: સેન્સીચીનનો સૌથી મોટો ભૂકંપ... ૧૦/૧/૧૮૬૯:ના કછાર આસામનો ભૂકંપ... ૧૫/૧/૧૯૩૪: મિથિલાન્ચલ બિહારનો ભૂકંપ.... ૧૦/૧૧ ડિસેમ્બર ૧૯૬૭:કોયના મહારાષ્ટ્રનો ભૂકંપ... ૧૯/૧/૧૯૭૫ :કિન્નૌર હિમાચલનો ભૂકંપ... ૭/૮ ડિસેમ્બર ૧૯૮૮ નો આર્મેનિયા રુસનો ભૂકંપ... ૧૭/૧/૧૯૯૫નો ઓસાકા જાપાનનો ભૂકંપ.... જેવા કેટલાક વિનાશક ભૂકંપો વીન્ટર સીઝન માં આવેલા છે.જોકે આનો અર્થ એવો નથી કે ભૂકંપો હંમેશા વીન્ટર માં જ આવે છે.અને ભૂકંપ માટે ભૂગર્ભિય જળનુ સૂકાવુ - એ એક જ પરિબળ જવાબદાર છે.
પણ અર્થ એવો છે કે વીન્ટરમાં ભૂકંપો આવી શકે છે અને ભૂમધ્ય રેખાની ઉપર આવેલા દેશોમાં વીન્ટર સીઝનમાં મોટા અને વિનાશક ભૂકંપો પણ જોવા મળ્યા છે.
૨૦૨૬ની વીન્ટર સીઝન માં જાન્યુઆરી-ફેબ્રુઆરી- માર્ચ કે એપ્રિલ સુધીમાં ભૂમધ્ય રેખાની ઉપર આવેલા દેશોમાં ૬ થી માંડી ને ૮ કે તેથી વધુ તીવ્રતાના ભૂકંપો જોવા મળે તો પણ નવાઈ નહિ લાગે.આર્જેન્ટીના,એન્ટાર્કટિકા, ચીલી,મેક્સિકો સહિત દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકામાં પણ મોટા ભૂકંપ આવી શકે છે.યુરોપ ,આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ ધરતી ધણધણી ઊઠે.પ્રશાન્ત અને હિન્દ મહાસાગર ખળભળી ઉઠે.સામાન્ય રીતે નાના મોટા ભૂકંપો તો દુનિયા માં બધે આવતા જ રહેતા હોય છે એટલે ભૂકંપ આવશે એવુ કહેવામાં ખાસ કશુ આગાહીનુ તત્વ કહી શકાય નહિ. પરંતુ હું અહીં ભૂમધ્યરેખાથી ઉપર આવેલ દુનિયાના અમુક દેશો માં ૬થી કે ૭થી કે ૮થી પણ વધુ તિવ્રતાના ભૂકંપ વિષે વાત કરી રહ્યો છું તે દ્રષ્ટિએ આ પ્રાક્કથન ને વિલક્ષણ કહી શકાય.
ભૂગર્ભિય પ્લેટોના સ્વરુપ માં ઠંડી તેમજ ગરમીને લીધે પણ ફેરફાર થાય છે. તે ઠંડીમા સંકોચ તથા ગરમીને કારણે વિકાસ અનુભવે છે. એ ફેરફાર ખૂબ નાનો હોય છે પણ પ્લેટોના ઘર્ષણ ને અસર કરે છે જેથી ભૂકંપ રૂપે ઉર્જા છુટ્ટી પડે છે.આમ ગરમી માં પણ ભૂકંપ આવતા હોય છે.મીન રાશિ માં શનિ મંગળ એક રાશિ માં સાથે ભ્રમણ કરતા હશે ત્યારે એપ્રિલ મેની ગરમી માં અને ગુજરાતી ચૈત્ર વૈશાખ માસમાં કોઈ મોટો ધરતીકંપ જોવા મળવાની શકયતા છે.તેમ જાણીતા આગાહીકાર જયપ્રકાશ માઢકે જણાવ્યું છે.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
