<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

પ્રદેશ ભાજપના નવનિયુક્‍ત મહામંત્રી હિતેન્‍દ્રસિંહ ચૌહાણે સોમનાથ દાદાના આશીર્વાદ લીધાઃ ધી જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લી.ની શુભેરછા મુલાકાત કરી

ડોલરભાઈ કોટેચા, ગૌરવભાઈ રૂપારેલિયા, ગીરીશભાઈ કોટેચા, ભરતભાઈ શિંગાળા, નિલેશભાઈ ચોલેરા સહિતનાની ઉપસ્‍થિતિ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૯: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્‍ત મહામંત્રી હિતેન્‍દ્રસિંહ ચૌહાણે નામ જાહેર તથા તરત જ સોમનાથ દાદા ને શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા.

ત્‍યાર બાદ જૂનાગઢ ખાતે ધી જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક લીની આઝાદ ચોક બ્રાન્‍ચ ખાતે શુભેરછા મુલાકાત કરી હતી પથ દર્શક ડોલરભાઈ કોટેચા એ ચૌહાણનું ભાવભર્યું સ્‍વાગત કર્યું હતું અને સુરેન્‍દ્રનગર જિલ્‍લા ચૂંટણી અધિકારી ના પોતાના કાર્યકાળ દરમિયાન હિતેન્‍દ્રસિંહ સાથેનો પારિવારિક નાતો યાદ કર્યો હતો            

મુલાકાતમાં સાથે શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, પૂર્વ ડેપ્‍યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, ભરત ભાઈ શિગાળા, નિલેશભાઈ ચોલેરા ખાસ હાજર રહ્યા હતાં શ્રી ચૌહાણ એ સન્‍માન બદલ શ્રી કોટેચા નો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.(તસ્‍વીરઃમુકેશ વાધેલા-જુનાગઢ)

(1:00 PM IST)