તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th December 2025
કચ્છના કીડીયાનગર ગામે તળાવમાં ડૂબી જવાથી મહિલાનું મોત : જુઓ વિડીયો
ભચાઉ ફાયર વિભાગની ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમે મૃતદેહ બહાર કાઢ્યા બાદ મોતના કારણ અંગે પોલીસ તપાસ શરૂ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯ : કચ્છના રાપર તાલુકાના કીડીયાનગર ગામે તળાવમાં ડૂબી જવાથી એક મહિલાનુ મોત નીપજ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઉંડા તળાવમા ડુબી જવાથી મહિલા નીલીબેન કેશાભાઈ કોલી નુ મોત થયુ હોવાની આશંકા છે. જોકે, લાશ બહાર કાઢ્યા બાદ મોતના કારણ અંગે પોલીસે ઘનિષ્ઠ તપાસ શરૂ કરી છે. ભચાઉ ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરી ૨ કલાકની જહેમત બાદ મૃત્દેહ ને બહાર કાઢ્યો હતો. આ બનાવ બાદ મોટી સંખ્યામા લોકો ધટના સ્થળે એકઠા થયા હતા. અકસ્માતે મોત છે કે અન્ય કારણ અંગે એ ગાગોદર પોલીસવધુ તપાસ કરી રહી છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
