News of Monday, 29th December 2025
બામણબોર પાસેથી ચોટીલાના રવિને એસઓજીએ પિસ્તોલ સાથે દબોચ્યો

રાજકોટ તા. ૨૯: શહેર એસઓજીની ટીમે રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર પાસે ચામુંડા હોટલ નજીક ચોટીલાના નામચીન શખસને દેશી પિસ્તોલ સાથે ઝડપી લીધો છે. આ પિસ્તોલ પોતાના હાલ હયાત નથી તે પિતાજીની હોવાનું તેણે રટણ કર્યુ હતું.
એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી પરથી બામણબોર નજીકથી ચોટીલાના ચામુંડાનગરમાં રહેતાં રવી ગભરૂભાઇ ધાંધલને દેશી પિસ્તોલ સાથે પકડી લેવાયો હતો. તેની પુછતાછ કરતાં તેણે પોતાને ડખ્ખો ચાલતો હોઇ સ્વબચાવ માટે રાખી હોવાનું અને તેના પિતા હસ્તકની આ પિસ્તોલ હોવાનું રટણ કર્યુ હતું. જો કે તેના પિતા હયાત ન હોઇ ખરેખર પિસ્તોલ ક્યાંથી લાવ્યો? તેની તપાસ થઇ રહી છે.
ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઇ એસ.એમ. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ ફિરોઝભાઇ રાઠોડ, દિગ્વીજયસિંહ સહિતની ટીમે આ કામગીરી કરી હતી. વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
