News of Monday, 29th December 2025
મોરબીના નીંચી માંડલ નજીક કેનાલમાં બાળક ડૂબ્યું, શોધખોળ ચાલુ.
મોરબી ફાયરની ટીમ દોડી જઈને કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના નીંચી માંડલ ગામ નજીક વાંકડા જવાના રસ્તે કેનાલમાં એક બાળક ડૂબ્યું હોવાની આ શંકા સાથે ફાયરની ટીમે શોધખોળ હાથ ધરી છે
મોરબીના નીંચી માંડલ ગામ નજીક વાંકડા જવાના રસ્તે સવારના સુમારે એક બાળક (ઉ.૮) કેનાલમાં ડૂબ્યો હોવાની આ શંકા સાથે નીંચી માંડલ ગામના સરપંચ પ્રદીપભાઈ પટેલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા મોરબી ફાયરની ટીમ દોડી જઈને કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે તો બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને પણ જાણ કરવામાં આવી હોવાની માહિતી મળી છે.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
