News of Tuesday, 30th December 2025
મોરબી બ્રાહ્મણો માટે યોજાયેલી ટેલેન્ટ ઈવેન્ટમાં મોરબીની "અનેરી" રાજ્યકક્ષાએ વિજેતા.
-વડોદરા ખાતે યોજાયેલ મેગા ટેલેન્ટ ઇવેન્ટના ગ્રાન્ડ ફિનાલેમાં સિંગિંગ વિભાગમાં મોરબીની અનેરી આશિષભાઈ ત્રિવેદીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મેગા ટેલેન્ટ ઇવેન્ટ, ભૂદેવ કલાકાર 2025 દ્વારા વડોદરા ખાતે યોજાયેલ મેગા ટેલેન્ટ ઇવેન્ટના ગ્રાન્ડ ફિનાલેમાં સિંગિંગ વિભાગમાં મોરબીની અનેરી આશિષભાઈ ત્રિવેદીએ પ્રથમ ક્રમાંક મેળવી પરિવાર અને મોરબી બ્રહ્મસમાજનું ગૌરવ વધારેલ છે.
આ અગાઉ અનેરી રાજ્ય સરકાર દ્વારા આયોજિત બાળ પ્રતિભા, કલા ઉત્સવ, કલામહાકુંભ જેવી સ્પર્ધાઓમાં પણ વિજેતા બની ચુકી છે. તાજેતરમા ઓપન સૌરાષ્ટ્ર કચ્છ કરાઓકે સ્પર્ધામાં પણ પ્રથમ ક્રમે વિજેતા બની છે તથા પ્રખ્યાત તાના રીરી મહોત્સવમાં તથા Sa re ga ma pa little Champs માં પણ મુંબઈ ખાતે પર્ફોર્મન્સ આપી ચુકી છે.
(1:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
