<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

વીર બાળ દિવસ એટલે ત્યાગ, બલિદાન, સમર્પણની પ્રેરણાનો સંદેશ: સાંસદ વિનોદ ચાવડા

શીખ સંપ્રદાયના દસમા ગુરુ ગોવિંદસિંહજીના સાહિબજાદાઓ જોરાવર સિંહજી અને ફતેહસિંહજીના બલિદાન દિવસ નિમિત્તે કચ્છના લખપત સાહિબ ગુરુદ્વારાથી ગાંધીધામ ગુરુદ્વારા સુધી ‘સ્મૃતિ યાત્રા’ યોજાઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ : ૨૬ ડિસેમ્બરે શીખ સંપ્રદાયના દસમા ગુરુ ગોવિંદસિંહજીના સાહિબજાદાઓ જોરાવર સિંહજી અને ફતેહસિંહજીના બલિદાન દિવસ  — વીર બાળ દિવસની ઉજવણી નિમિત્તે સરહદીય કચ્છના લખપત ગુરૂદ્વારા થી ગાંધીધામ ગુરૂદ્વારા સુધી ની ૨૦૦ કીમી જેટલી મોટી “સ્મૃતિ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું હતું.

 આ સ્મૃતિ યાત્રાનો લખપત ગુરુદ્વારા મધ્યેથી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યાત્રા લખપત ગુરુદ્વારા ખાતે પ્રસ્થાન થઈ સારસ્વતમ હાઈસ્કૂલ-દયાપર , માધ્યમિક શાળા-રવાપર, કુમારી તેજલ દામજી વેલાણી સ્કૂલ-નખત્રાણા, કેળવણી મંડળ હાઈસ્કૂલ-માનકુવા, કન્યા વિદ્યાલય-સુખપર થઈ ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ-ભુજ ખાતે પહોંચી હતી.

 ત્યાંથી સ્મૃતિ યાત્રાને આગળ વધારતા ગ્રુપ પ્રાઈમરી શાળા-કુકમાં, પેટા પ્રાઇમરી સ્કૂલ-રતનાલ, આહીર બોર્ડિંગ બસ સ્ટેન્ડ પાસે-અંજાર, શ્રી ગુરુનાનકસર ગુરુદ્વારા - ગાંધીધામ થઈ ગાંધીધામ શહેર ખાતે આ સ્મૃતિ યાત્રાનું ઉત્સાહભેર સમાપન થયું તથા આ સ્મૃતિ યાત્રામાં ગામે-ગામથી શિખ સમુદાયના જુગરાજ સિંઘ, જગતાર સિંઘ, સોદાગર સિંઘ, નિર્મલજીત સિંઘ, મોહિન્દર સિંઘ, રણજીત સિંઘ,

જ્ઞાની ફતેહ સિંઘ વગેર અનેક લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા…

 આ સ્મૃતિ યાત્રા પ્રસંગે સાંસદ  વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે શીખ સંપ્રદાયના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના સાહિબઝાદાઓએ ખુબ જ નાની ઉંમરે ધર્મના રક્ષણ માટે જે અજોડ બલિદાન આપ્યું છે, તે ભારતની આવનારી પેઢીઓ માટે સદીઓ સુધી પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે. નાની ઉંમરે અન્યાય સામે ઝૂકવાને બદલે શહાદત વહોરી લેવાની તેમની આ ગાથા યુગો સુધી દેશના યુવાનોને રાષ્ટ્રભક્તિ અને સાહસની પ્રેરણા આપતી રહેશે. તથા તેમના સાહસ, શૌર્ય અને શહાદત દેશવાસીઓ માટે સત્યના માર્ગે અડગ રહેવાનો અખૂટ પ્રેરણાસ્રોત પણ બની રહેશે અને આવનારી કચ્છની ભાવી પેઢીને સાહેબજાદાઓનો ત્યાગ, બલિદાન અને સમર્પણ યાદ રહે તે હેતુથી કચ્છની વિવિધ શાળાઓમાં નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, અને ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી જેમાં ૧૮,૦૫૭ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો અને ૧૦૩૯ થી વધુ વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને વિજેતા થયા હતા તેમને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું તથા અંજાર શહેર મધ્યે નાના-નાના બાળકોને સાહેબજાદાઓના જીવનમાંથી પ્રેરણા મળે તે હેતુથી તેમના જીવનચરિત્ર પરની પ્રદર્શની રાખવામાં આવી હતી. આ સ્મૃતિ યાત્રા દરમિયાન ગુજરાત સરકારના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જીલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્ય, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ભુજ નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, અંજાર નગરપતિ વૈભવભાઈ કોડરાણી, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદ વરસાણી, નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન પટેલ, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ જયંતભાઈ માધાપરીયા, વસંતભાઈ કોડરાણી, જીલ્લા ભાજપા મંત્રી વિજુબેન રબારી, ભુજ શહેર ભા.જ.પ પ્રમુખ શ્રી મિતભાઈ ઠક્કર, રીતેનભાઈ રાજગોર, લખપત તાલુકા ભાજપ પ્રમુખ ગણપતભાઈ રાજગોર, મહામંત્રી નીતિનભાઈ રૂડાણી, જેતમલજી જાડેજા, ધર્મેશભાઈ કેશરાણી, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ભિમજીભાઈ જોધાણી, રુપાભાઈ રબારી, અશોકભાઈ બરાડીયા, જીગરભાઈ શાહ, અંજાર શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા, ક્રિપાલસિંહ રાણા, અંજાર તાલુકા ભાજપ પ્રમુખ બી.એન.આહીર, મહામંત્રી કાનજીભાઈ આહીર, ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પરમાર, મહામંત્રી મનોજભાઈ મુલચંદાની, મહેન્દ્રભાઈ જુણેજા, ગાંધીધામ નગરપાલીકાના પૂર્વ પ્રમુખ તેજસભાઈ શેઠ, ગાંધીધામ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી દેવેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી બધાભાઈ આહીર, શામજીભાઈ વીરડા વગેરે મહાનુભાવો સાથે જોડાયા હતા. આ યાત્રાની સમગ્ર વ્યવસ્થા યાત્રાના ઈન્ચાર્જ  જયંતભાઈ માધાપરીયા સહઈન્ચાર્ઝ વિશાલ ઠક્કર, વિરમભાઈ આહિર, મોહનભાઈ ચાવડા, કમલભાઈ ગઢવી, રવિભાઈ ગરવા, પ્રકાશભાઈ મહેશ્વરી, દિપક ડાંગર, જયંતભાઈ ઠક્કર, ભૌમિકભાઈ વાચ્છરાજની શક્તિસિંહ ઝાલા, શ્રી દિપકસિંહ કાંયા, પ્રતિકભાઈ શાહ, કીશોર નટ્ટ, રમેશ દાફડા વગેરે કાર્યકરો અને આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિતમાં સંચાલન સંભાળ્યું હતું.

(9:33 AM IST)