<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

ભડિયાદ જઇ રહેલા ભાવનગરના વેપારીનું કારે એકટીવાને ઠોકર મારતા મોત

ભાવનગર, તા.૩૦: શહેરના રાણી કા અર્બન વિસ્‍તારમાં રહેતા અને જીગર ટ્રેડર્સ બિલ્‍ડીંગ મટીરીયલ્‍સ નામની દુકાન ધરાવતા વેપારી અબ્‍દુલસમહબીન હસનબીન યમની આરબ ઉ.વ. ૫૫ તથા તેમના મીત્ર અબ્‍દુલરઝાકબીન ઉર્ફે અલાઉદીનભાઈ યમની આરબ  રહે. માવત વાળો ખાંચો, સાંઢીયાવાડ, બંને મીત્રો ભડીયાદ દરગાહ શરીફમાં ટુ વ્‍હીલ વાહન નં.જીજે ૦૪ ડીજી ૦૭૬૫ લઈને જઈ રહ્યા હતા. તે વેળાએ ધોલેરા સર્કલ, ટ્રનીંગ પોઈન્‍ટ પાસે પાછળથી આવી રહેલ ઈનોવા કાર નં.એમએચ ૨૭ બીઈ ૦૭૮૭ના ચાલકે કાબુ ગુમાવતા સ્‍કુટરને ઠોકર લાગી હતી આથી સ્‍કુટર સવાર બંન્ને ફંગોળાઈને રસ્‍તા પર પડયા હતા. વાહન અકસ્‍માત સર્જાતા ગંભીર રીતે ઘવાયેલા બંન્ને મિત્રોને સારવાર અર્થે ભાવનગર સર.ટી. હોસ્‍પિટલમાં ખસેડાયેલા જ્‍યાં અબ્‍દુલ સમદભાઈનું  મોત નિપજ્‍યું હતું. જ્‍યારે અલાઉદીન આરબની સ્‍થિતી ગંભીર આ બનાવની જાણ થતાં ધોલેરા પોલીસ ઘટનાં સ્‍થળે દોડી ગઈ હતી અને આ બનાવની તપાસ હાથ ધરી હતી.

(10:40 AM IST)