News of Tuesday, 30th December 2025
જૂનાગના ડુંગરપુરમાં ગૌવંશની થયેલી કતલના મામલે ૩ આરોપી ૪ દિવસના રિમાન્ડ પર
સહ આરોપીને પકડવા, વાહનો કબજે લેવા સહિતના મુદે પૂછપરછ, તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૩૦: જૂનાગઢ તાલુકાના ડુંગરપુરમાં થયેલી ગૌવંશની કતલના મામલે ૩ આરોપીને ૪ દિવસના રિમાન્ડ પર મેળવી પોલીસે સહ આરોપીને પકડવા, વાહનો કબજે લેવા સહિતના મુદે પૂછપરછ, તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ નજીકના ડુંગરપુરમાં રહેતો અયાન સમીર મકરાણી અને અન્ય શખ્સોએ ગૌવંશની કતલ કરી તેનું માંસ પ્લાસ્ટિકના બાચકાઓમાં ભરીને પોતાના ઘરથી આગળ નવી બનતી નરસિંહ મહેતા યુનિવર્સિટીની બાજુમાં આવેલ ઝાડી ઝાંખરામાં ફેંકી દઈ હિન્દુ ધર્મની લાગણી દુભાવી હતી. જેની જાણ થતાં તાલુકા મહિલા પીઆઈ એફ. બી. ગગનીયાની ટીમે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ન પડે તેને ધ્યાને લઈ તાત્કાલિક તપાસ હાથ ધરી ૨૩ વર્ષીય અયાન સમીર મકરાણી, જૂનાગઢમાં હોમગાર્ડ યુનિટના ડેલા વાળી શેરીમાં રહેતો ૫૮ વર્ષીય હનીફ અબ્દુલ્લા બેલીમ, ખડીયા ગામના શારદાનગરમાં રહેતો ૩૬ વર્ષીય મકસુદ મહમદ મકવાણીની ધરપકડ કરી ગૌ માંસ, ખાલ, ૫૫ કિલો ગૌવંશ મટન મળી આવતા તેનો નિકાલ કર્યો હતો.
તપાસનીશ પીએસઆઇ એસ. કે. ડામોરે આરોપીની પૂછપરછ હાથ ધરતા શખ્સોએ ગાયની ચોરી કરીને કતલ કર્યાની અને માંસ ફેંકવા માટે ટુ-વ્હીલરનો ઉપયોગ કર્યાની કબુલાત આપી હતી.
આ કેસમાં નાસતો ફરતો ન્યાઝ નામના શખ્સને પકડવા સહિત તપાસના વિવિધ ૬ મુદે ત્રણેય આરોપીને સોમવારે ૫ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે ૨ જાન્યુઆરી સુધી ૪ દિવસના રિમાન્ડ આપતા સહ આરોપીને ઝડપી લેવા, વાહનો કબજે કરવા સહિત અંગે વધુ તપાસ હાથ ધરી હતી
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
