News of Tuesday, 30th December 2025
કોંગ્રેસ પક્ષનો સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમા જવલંત વિજય થશેઃ વી.કે.હુંબલ
મહિલા, ખેડૂત, યુવાન, બેરોજગારી, શોષિત વંચિત તેમજ કાયદો વ્યવસ્થા જાળવવા, નર્મદાના નીર સહીતના મુદ્દે સરકાર સામે લડત ચલાવવા વી.કે. હુંબલએ કાર્યકરોને આહવાન કર્યું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૩૦: કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરામ હોટલ ભુજ મધ્યે જીલ્લા કોંગ્રેસ ની વિસ્તૃત કારોબારી મળી હતી આ કાર્યક્રમની શરૂઆત કોંગ્રેસ પક્ષના સ્થાપના દિનની શુભકામનાઓ પાઠવી કરવામાં આવી હતી કાર્યક્રમનું આવકાર પ્રવચન મહામંત્રી પી.સી.ગઢવી એ કર્યું હતું.
વધુ માં શ્રી હુંબલે જણાવ્યું હતું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ જયારે નજીક છે ત્યારે સૌ આગેવાનો હોદેદારો કાર્યકરો એ અત્યારથીજ ચુંટણીના કામે લાગી જવા જણાવ્યું હતું સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના ઉમેદવારની પસંદગી માટે કોંગ્રેસ પક્ષ જાન્યુઆરી મહિના ના સપ્તાહ થી તાલુકા પંચાયત ની સીટ/નગરપાલિકાના વોર્ડ વિસ્તારમાં સભા/કાર્યકર મિલન/જનસંમેલન/ ખાટલા બેઠક વિગેરે કાર્યક્રમો યોજશે તથા શ્રી હુંબલે જણાવ્યું હતું કે કચ્છ ની જનતા ના પ્રશ્નો જેવાકે નર્મદાના નીર, ખેડૂત, આરોગ્ય, શિક્ષણ, ટ્રાન્સપોર્ટ, બાયપાસ રોડ, કચ્છની ગાડીઓ ને ટોલ બુથ થી રાહત, જીલ્લાના વડામથકે સરકારી સીવીલ હોસ્પિટલ, ટ્રોમા સેન્ટર, ભૂખી નદીને બચાવવા આંદોલન, ડ્રગ્સ, દારૂ તથા કાયદો વ્યવસ્થા જાળવવા વિગેરે કચ્છ ના મુદ્દાઓ માટે સરકાર સામે લડવા કોંગ્રેસ પક્ષના સૌ આગેવાનો હોદેદારો કાર્યકરો તેમજ ચુંટાયેલા જનપ્રતિનિધિઓ ને આદેશ કર્યો હતો.
કચ્છ જીલ્લા માંથી જુદી જુદી કંપનીઓ ની સાત થી આઠ વીજલાઈનો ૭૬૫/૮૦૦ KV ખેડૂતોના ખેતરો માંથી પસાર થવાની છે ત્યારે ખેડૂતોને પુરતો અને યોગ્ય વળતર મળે તે માટે ગુજરાત સરકાર રાજસ્થાન સરકારની જેમ બજાર ભાવ ગણી તેનું ચાર ગણું વળતર મળે તેવી જોગવાય કરે અને કચ્છ માં વીજલાઈન માટે વળતર નક્કી કરતી વખતે જમીન ના બજાર ભાવ મુજબ વળતર નક્કી કરવામાં આવે તેવું આજની સભામા ઠરાવવા માં આવે છે.
કચ્છ જીલ્લામાં ઠેર ઠેર જગ્યાએ ગલીએ ગલીએ દારૂ વેચાય છે અને જેના કારણે યુવાનો બરબાદ થાય છે મહિલાઓ અને બાળકો નું ભવિષ્ય અંધકાર મય બની જાય છે.
તેમજ હવે તો કચ્છ માં ડ્રગ્સ નું વેચાણ પણ વધતું જાય છે યુવાનો અને મહિલાઓ પણ ડ્રગ્સનું સેવન કરતા થયા છે ત્યારે કચ્છ પૂર્વ/પશ્ચિમ પોલીસ કડક કાર્યવાહી કરી દારૂની દુકાનો બંધ કરાવે ડ્રગ્સના વ્યસન થી યુવાનોને મુકત કરાવે તે માટે ની કાર્યવાહી કરે અને રાજ્ય ગૃહમંત્રી આ બાબત ને ગંભીરતા થી લઇ દારૂબંધીની અમલવારી કરાવે તેવું આજની સભામાં ઠરાવવા માં આવે છે.
ગુજરાત રાજ્યની અન્ય જીલ્લાની જેમ કાછ જીલ્લામાં પણ દરેક કચેરીઓ માં ભ્રષ્ટાચારનું પ્રમાણ ખુબજ વધ્યું છે. જેમાં પોલીસ/રેવન્યુ/ખનીજ/ પંચાયત વિભાગમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થાય છે નાણા આપ્યા સિવાય કોઈ કામ થતું નથી અને ખેડૂતો / સામાન્ય /ગરીબ લોકો નાણા આપી શકતા નથી જેથી જેના કામો અટકાવવા માં આવે છે જે માટે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી આ બાબતે ગંભીર બને અને ભ્રષ્ટાચાર વિરુધ્ધ કાયદાઓ કડક બનાવે તેમજ વીજલન્સ મારફતે તપાસ કરાવે કેટલી ફાઈલોની ઝડપી નિકાલ થયેલ છે અને કેટલી ફાઈલો ઘણા સમય થી પડી રહે છે તેવી વિજલન્સ મારફતે તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવું તેવું આજની સભામાં ઠરાવવા માં આવે તેવા ઠરાવો જીલ્લા કોંગ્રેસ ની વિસ્તૃત કારોબારીમાં પસાર કરવામાં આવેલ છે.
આ વિસ્તૃત કારોબારીમા વાલજીભાઈ દનીચા, ભચુભાઈ આરેઠીયા, આદમભાઈ ચાકી, કલ્પનાબેન જોશી, કિશોરભાઈ છાયા, અરજણ ભુડિયા, તાલુકા/શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, જીલ્લા સમિતિના હોદેદારો, પાંખ-સેલના પ્રમુખશ્રીઓ, જીલ્લા/તાલુકા/નગરપાલિકાના વિપક્ષના નેતાઓ, ચુંટાયેલા જનપ્રતિનિધિઓ, ઉપસ્થિત રહ્યા હતા આ વિસ્તૃત કારોબારી નું સંચાલન જીલ્લા ના ઉપપ્રમુખ રામદેવસિંહ જાડેજા, મહામંત્રી ગનીભાઈ કુંભારએ કર્યો હતો કાર્યક્રમની આભાર વિધિ સેવાદળના પ્રમુખ રાજેશ સોની એ કરી હતી આ કાર્યક્રમની વ્યવસ્થા લાખાજી સોઢા, કિશોરદાન ગઢવી, ધીરજ ગરવા, હાસમ સમા, એચ.એસ. આહીર, ઇલીયાસ ઘાંચી સહિતનાઓ એ સાંભળી હતી આ વિસ્તૃત કારોબારીમાં બહોળી સંખ્યામા હાજર રહ્યા હતા એવું જીલ્લાના પ્રવકતા અંજલિ ગોર દ્વારા જણાવવા મા આવેલ છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
