News of Tuesday, 30th December 2025
કચ્છના કીડીયાનગર ગામે તળાવમાં ડૂબી જતાં મહિલાનું મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩૦: રાપર તાલુકાના કીડીયાનગર ગામે તળાવમાં ડૂબી જવાથી એક મહિલાનુ મોત નીપજ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઉંડા તળાવમા ડુબી જવાથી મહિલા નીલીબેન કેશાભાઈ કોલી નુ મોત થયુ હોવાની આશંકા છે. જોકે, લાશ બહાર કાઢયા બાદ મોતના કારણ અંગે પોલીસે ઘનિષ્ઠ તપાસ શરૂ કરી છે. ભચાઉ ફાયર વિભાગની ટીમે રેસ્કયુ કરી ૨ કલાકની જહેમત બાદ મળત્દેહ ને બહાર કાઢયો હતો. આ બનાવ બાદ મોટી સંખ્યામાં લોકો ધટના સ્થળે એકઠા થયા હતા. અકસ્માતે મોત છે કે અન્ય કારણ અંગે એ ગાગોદર પોલીસવધુ તપાસ કરી રહી છે. (તસ્વીરઃ મુકેશ રાજગોર, રાપર)
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
