તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 30th December 2025
વાંકાનેરના તિથવાના ભાજપ કાર્યકર હુશેનભાઇ પર કોંગી કાર્યકરનો હુમલો
અગાઉ થયેલી બોલચાલીનો ખાર રાખી રસ્તામાં આંતરી ધોકાવાળી

રાજકોટ તા. ૩૦: વાંકાનેરના તિથવા ગામે રહેતાં અને જંતુનાશક દવાની દુકાન ચલાવતાં હુશેનભાઇ ઇબ્રાહીમભાઇ ગઢવારા (ઉ.વ.૫૦) ઉપર ગત સાંજે વાંકાનેર-રાજાવડલા રોડ પરથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે શકીલભાઇ સહિતે ધોકાથી હુમલો કરી ઢીકાપાટુ પણ મારતાં વાંકાનેર સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી.
હુશેનભાઇએ જણાવ્યું હતું કે હું જંતુનાશક દવાની દુકાન ચલાવું છું તેમજ ગામમાં ભાજપના બુથ પ્રમુખ તરીકે પણ કામ કરુ છું. ચારેક વર્ષ પહેલા હું ભાજપમાં જોડાયો ત્યારેથી કોંગ્રેસના શકીલભાઇ સહિતની સાથે મનદુઃખ ચાલે છે. ગયા શનીવારે ત્રણ જણા મારી દુકાને આવ્યા હતાં અને ધર્મના વિષયને લઇને મારી સાથે એકાદ કલાક લપ કરી હતી. આ પછી ગત સાંજે હું દુકાનેથી ઘરે જતો હતો ત્યારે રસ્તામાં આંતરીને હુમલો કરાયો હતો. આક્ષેપો અંગે અને સાચી વિગતો જાણવા વાંકાનેર પોલીસે તપાસ શરૂ કરી છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
