News of Tuesday, 30th December 2025
જડેશ્વર પાસે ખૂંટીયો અથડાતાં રિક્ષા ગોથું મારી ગઇઃ બાળા સહિત ૪ને ઇજા
ગોંડલમાં ગાય આડી આવતાં બાઇક સહિત ફંગોળાતા યુવાન હુશેન સાદીકોટને ઇજા

રાજકોટ તા. ૩૦: વાંકાનેરના જડેશ્વર નજીક અચાનક રોડ પર ખૂંટીયો દોડીને આવતાં રોડ પરથી પસાર થઇ રહેલી રિક્ષા સાથે અથડાતાં રિક્ષા ગોથું ખાઇ જતાં અંદર બેઠેલી બાળા સહિત ચારને ઇજાઓ થઇ હતી. જાણવા મળ્યા મુજબ કોટડાનાયાણી ગામે રહેતી સેજલ કરણભાઇ સિતાપરા (ઉ.વ.૧૬) અને તેના પરિવારના બીજા છએક સભ્યો કારખાને કામ કરવા માટે મામા ભરતભાઇ મકવાણાની રિક્ષામાં જતાં હતાં ત્યારે જડેશ્વર પાસે તેની રિક્ષા સાથે ખૂંટીયો અથડાઇ જતાં રિક્ષા ગોથુ મારી જતાં સેજલ સહિત ચારને ઇજા થતાં પ્રાથમિક સારવાર લીધી હતી. સેજલને વધુ ઇજા પહોંચી હોઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.
બીજા બનાવમાં ગોંડલમાં મહાદેવવાડીમાં રહેતો હુશેનભાઇ સુજાઉદ્દીન સાદીકોટ (ઉ.વ.૩૨) સાંજે બાઇક હંકારીને ગોંડલમાં સામા કાંઠે જતો હતો ત્યારે અચાનક ગાય આવીને અથડાતાં બાઇક સહિત ફેંકાઇ જતાં ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
