<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

ગજેરા કેમ્‍પસ - વિદ્યાસભાનો ફરી એકવાર નેશનલ કક્ષાએ ડંકો ! ૯ કરાટે યોધ્‍ધાઓને નેશનલ મેડલ

અમરેલી જિલ્લાનું ગૌરવ :  અમરેલી, શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્‍પસના કરાટે ખેલાડીઓએ નેશનલ કક્ષાએ મેડલ પ્રાપ્ત થયેલ છે. ઓલ ઈન્‍ડિયા ઓપન કરાટે ચેમ્‍પિયનશિપ-૨૦૨૫નું આયોજન વડોદરા, ગુજરાત મુકામે થયું હતું. જેમાં ગુજરાત રાજયમાંથી ગજેરા કેમ્‍પસપ્ર વિદ્યાસભા સ્‍કૂલના કરાટે ખેલાડી ભાગ લીધો. જેમાં ૧) દવે દિશા, ૨) ગોલાણિ ઉર્વીશા, ૩) સોલંકી વંદન, ૪) ખાંભલા સોહિલ, ગોલ્‍ડ મેડલ મેળવેલ. ૫) સવાલિયા વળષ્ટિ, ૬) ચોહાણ શ્રેયા, ૭) કાલેના ઊરવી, સિલ્‍વર મેડલ પ્રાપ્ત કરેલ. તેમજ ૮) બારૈયા પરી ૯) કાણેના પુરબ બ્રોન્‍ઝમેડલ પ્રાપ્ત કરેલ. નોંધનીય છે કે વિદ્યાર્થીઓને દરેક રમત ગમતમાં નિયમિત પ્રેક્‍ટિસ માટેનું મજબૂત પ્‍લેટફોર્મ સંસ્‍થા તરફથી પૂરું પાડવામાં આવે છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સંસ્‍થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજિંગ ટ્રસ્‍ટી અશોકભાઈ ગજેરા, તમામ ટ્રસ્‍ટીઓ તેમજ સંસ્‍થા પરિવાર દ્વારા ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્‍યા. સ્‍પર્ધામાંથી પરત ફર્યા બાદ સંસ્‍થાના ટ્રસ્‍ટી બકુલભાઈ ગજેરા, ચતુરભાઈ ખૂંટ તેમજ કેમ્‍પસ ડાયરેક્‍ટર દ્વારા ખેલાડીઓ અને કોચ વિકુશભાઈને શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી તેમ વિદ્યાસભાની યાદી જણાવે છે.

(12:00 PM IST)