<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

ધારી પંથકમાં ભૂકંપ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૩૦: વીસેક દિવસ પહેલા જ અમરેલીથી ૪૪ કિમી દુર ગીરનાં જંગલમાં ભુકંપનો આંચકો નોંધાયા બાદ ફરી આજે બપોરે ધારીનાં નાગધ્રાને ધ્રુજાવતો ભુકંપ લોકોએ અનુભવ્‍યો હતો. ગીર વિસ્‍તારમાં આવેલ ધારીમાં નાગધ્રા અને ખાંભાનાં નાનીધારીમાં બપોરે દોઢ વાગ્‍યા આસપાસ ભુકંપની ધ્રુજારી આવી હતી અને નાગધ્રામાં રામજી મંદિર વિસ્‍તારનાં લોકો ભુકંપનાં ત્રણ સેકન્‍ડનાં આંચકાથી બહાર દોડી ગયાં હતાં. મકાનનાં પતરાઓમાં ધ્રુજારી અનુભવાઈ હતી. જો કે, આ ભુકંપની નોંધ સિસ્‍મોલોજી વિભાગમાં થઇ નથી પણ નજીકનાં તાલાળા પાસેનાં વિસ્‍તારમાં ભુકંપની નોંધ થયેલ છે

 

(1:24 PM IST)