News of Tuesday, 30th December 2025
૨૫૧ સીનીયર સીટીઝનો સાથેની પાંચ બસ સોમનાથ-દ્વારકાની ત્રણ દિવસની યાત્રા માટે ઉપડશે
અનુકંપા ફાઉન્ડેશન-અમરેલીનું આગવું અભિયાન

અમરેલી, તા.૩૦: ડો.ભરત કાનાબાર પ્રેરિત અનુકંપા ફાઉન્ડેશન દ્વારા અમરેલી જીલ્લાના ૧૦૦૦ વડીલોને સોમનાથ-દ્વારકાની યાત્રા નિશુલ્ક કરાવવાનો સંકલ્પ કરાયેલ છે જે અંતર્ગત અત્યાર સુધીમાં ૭ બસો દ્વારા ૩૫૦ વડીલો યાત્રા કરી ચુકયા છે. ગત તા.૨૧ સપ્ટેમ્બરે, સંસ્થા દ્વારા આયોજીત આ યાત્રાની પાંચ બસોને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલ.
આગામી તા.૧૩-૧૪-૧૫ જાન્યુઆરી એમ ત્રણ દિવસોમાં સંસ્થા દ્વારા ૨૫૧ વડીલો માટેની પાંચ બસનું આયોજન કરવામાં આવેલ છે. જેને રાજયસભાના સાંસદ અને અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકીયા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે.
જે ૬૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો આ યાત્રામાં જોડાવા ઈચ્છતા હોય તે નીચેની જગ્યાએ પોતાના નામ નોંધાવી શકશે. (૧) મધુભાઈ આજુગીયા, રેડક્રોસ બ્લડ બેન્ક-અમરેલી મો.૯૬૬૨૫ ૩૨૮૨૮ (૨) વિરેનભાઈ મહેતા મો.૯૮૭૯૩ ૪૦૬૪૨/૯૫૭૪૦ ૯૫૪૪૪ (૩) નયનભાઈ જોષી (બેદી) મો.૯૪૨૮૭ ૯૫૧૫૧ (૪) પ્રિતેશભાઈ માનસેતા, લાયબ્રેરી સામે મો.૯૦૯૯૭ ૦૭૪૨૯
યાત્રા તા.૧૩ જાન્યુઆરીના મંગળવારે સવારે ૭:૩૦ કલાકે, અમરેલી લોહાણા મહાજન વાડી ખાતેથી રવાના થશે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
