<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

પોરબંદરઃ ડ્રેજીંગ કામમાં કરોડોની ગેરરીતિની મુખ્‍યમંત્રીને રજુઆત બાદ તપાસ કાર્યવાહી

સામાજીક કાર્યકર બાવનભાઇ કાનાભાઇ બાદરશાહીએ ન્‍યાય ન મળે તો કાનૂની કાર્યવાહી કરવા ચીમકી આપી હતી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૩૦: જૂના બંદર કાંઠે ભરાયેલી રેતી કાઢવા ડ્રેજીંગની કામગીરીમાં કરોડોની ગેરરીતિ અંગે સામાજીક કાર્યકર બાવનભાઇ કાનાભાઇ બાદરશાહીએ મુખ્‍યમંત્રી સ્‍વાગત કાર્યક્રમમાં રજુઆત બાદ આ અંગે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવ્‍યાનું મુખ્‍યમંત્રી કાર્યાલયથી મળેલા પત્રમાં સામાજીક કાર્યકર બાવનભાઇને જણાવેલ છે.

જૂના બંદરકાંઠે ડ્રેજીંગની કામગીરીમાં એક સંપ અને મિલાણપણુ કરી એકવીસ કરોડનું ભ્રષ્‍ટાચાર આચરેલ છે. જો ડ્રેજીંગ સ્‍થળ ઉપર થયેલ ન હોય તો ટેન્‍ડરીંગ કરનારાઓને કઇ રીતે બીલો મંજુર કરી પાસ કરી દીધા? જેનો એસ.આઇ.ટી. કમીટીથી તપાસ કરવામાં આવે અને પ્રજાના નાણાનો દુરઉપયોગ થયેલ હોવાથી ન્‍યાય નહી મળે તો નામદાર હાઇકોર્ટના દ્વાર ખખડાવશું. તેમ સામાજીક કાર્યકર બાવનભાઇ કાનજીભાઇ બાદરશાહીએ મુખ્‍યમંત્રીને રજુઆતમાં જણાવેલ હતું

(12:05 PM IST)